નિયંત્રણ ની કામગીરી ચાલુ કરાઈ
100 જેટલા ટ્રેક્ટર પર પમ્પ બાંધી દવા છંટકાવ શરૂ
25 ટકા તીડ પર નિયંત્રણ નો તંત્ર નો દાવો
પાકિસ્તાન અને રાજસ્થાનથી પ્રવેશેલા તીડોએ બનાસકાંઠાના જુદા જુદા ગામોમાં તરખાટ મચાવ્યો છે. ખેતરો ના ખેતરો તીડ એ સફાયો કર્યો છે. અને ખેડૂત ફરી એક વાર રડવાનો વારો આવ્યો છે. ત્યારે તીડોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ વિભાગની 19 ટીમો બનાસકાંઠામાં મોકલવામાં આવી છે.
તમામ ટીમો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરીને તીડોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જેને પગલે ઠેરઠેર તીડોના ઢગલાં થયેલા જોવા મળી રહ્યા છે. ખેડૂતોના સહકારથી 25થી વધુ ટ્રેક્ટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી પણ તીડ નિયંત્રણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની 27 ટીમો તીડ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. કૃષિ મંત્રી આર સી ફળદુ અને સાંસદ પરબતભાઇ પટેલ પણ બે દિવસ થી તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લીધી હતી.
બનાસકાંઠા ખાતે સ્થાનિક ખેડૂતો ની મદદથી 100 જેટલા ટ્રેક્ટર પર પમ્પ બાંધી દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. જયારે કેન્દ્ર ની 3 ટિમો રાજસ્થાનમાં દવા છંટકાવ માટે રવાના થઈ છે. બે દિવસ માં 25 ટકા તીડ પર નિયંત્રણ નો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તીડ પર નિયંત્રણ મેળવવા સવારથી જ ખેતીવાડી અને તીડ નિયંત્રણ ની ટિમો કામે લાગી જાય છે.
કૃષિ મંત્રી આર સી ફળદુ અને સાંસદ પરબતભાઇ પટેલ પણ બે દિવસ થી તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકત લઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
