Gujarat IMD Update/ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા,હવામાન વિભાગ મુજબ ઉત્તર થી દક્ષિણના તમામ જિલ્લામાં

આજે ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં મુશળધાર  વરસાદ વરસવાની સંભાવના

Top Stories Gujarat Breaking News

Gujarat IMD Update: ગુજરાતમાં ફરી એક વખત  હવામાન વિભાગે(IMD) વરસાદી આગાહી જાહેર કરી છે. રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.

કયા વિસ્તારોમાં થશે વધુ અસર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં મુશળધાર  વરસાદ વરસવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદના ભારે ઝાપટા પડી શકે છે. દાદરા નગર હવેલી માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે. જામનગર, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં છાંટાછૂટા વરસાદની આગાહી છે. આમ જ અમરેલી, દ્વારકા, મોરબી, બોટાદ અને દીવ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

હવામાન પરિસ્થિતિ

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, હાલ મોન્સૂન ટ્રફ રેખા સક્રિય થઈ છે. સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ પવન સક્રિય બન્યા છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ સર્જાઈ છે.

તંત્ર સજ્જ

વરસાદની આગાહી બાદ તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદી-નાળાઓ અને ડેમોમાં પાણીના પ્રવાહ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વરસાદથી રાહતનો અનુભવ કર્યો છે, પરંતુ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવા તંત્ર ચાકચોબંદ છે.

આજના દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવા હવામાન વિભાગે(IMD) અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત