Ahmedabad News: શહેરના વસ્ત્રાલ (vastral) વિસ્તારમાં આવેલા રામોલ-ગતરાડ રોડ પર આવેલી એક ફટાકડાની (Firecracker Factory Fire) ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આગની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ તેમજ અન્ય બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
ફેક્ટરી માલિક મેહુલ ડોડીયા સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યું દુઃખ
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે.
ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ અર્પે તથા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.
ૐ શાંતિ:🙏🏻
— Harsh Sanghavi (@sanghaviharsh) July 18, 2026
ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા
CM ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ બ્લાસ્ટ પર વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને રૂ.4 લાખ સહાયની જાહેરાત
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 18, 2026
“અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
રાજ્ય સરકારની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાના પીડિતો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય, દરેક ઈજાગ્રસ્તને રૂ.50,000ની સહાયની કરી જાહેરાત
PM મોદીએ વસ્ત્રાલ બ્લાસ્ટના મૃતકો અને ઘાયલો માટે સહાયની જાહેરાત કરી
વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક મૃતકના નજીકના સગાને રૂ.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, દુર્ઘટનામાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને રૂ.50 હજારની સહાય પણ PMNRFમાંથી આપવામાં આવશે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓ લવાયા
અસારવા સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે. જ્યારે બાકીના 5 દર્દીઓ સારવાર હેઠળ છે. 4 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. 2 દર્દીઓની હાલત ગંભીર છે. 1 દર્દીની સ્થિતિ મધ્યમ છે. 2 દર્દીઓની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. LG હોસ્પિટલમાં 8 ઘાયલ, 4ના મોત એલ.જી. હોસ્પિટલમાં કુલ 8 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 4 દર્દીઓ સારવાર હેઠળ છે.
| નામ | ઉંમર | રહેઠાણ |
|---|---|---|
| અજય ડામોર | 26 વર્ષ | રામોલ |
| પાયલ ડામોર | 25 વર્ષ | રામોલ |
| ભરત ચારણ | 26 વર્ષ | વસ્ત્રાલ |
| સુરેશ ડામોર | 38 વર્ષ | વસ્ત્રાલ |
| ગોવિંદ ડામોર | 48 વર્ષ | વસ્ત્રાલ |
ઘટનાને લઈ PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Extremely saddened to hear about the loss of lives due to a mishap at a fireworks factory in Ahmedabad, Gujarat. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured. The local administration is providing all possible…
— PMO India (@PMOIndia) July 18, 2026
બચાવ કામગીરી ચાલુ

ઘટના બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષાના કારણોસર કોર્ડન કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ફેક્ટરીમાં અનેક લોકો કામ કરતા હતા

અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, ઘટનાના સમયે (Firecracker Factory Fire) ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે 8થી 10 લોકો કામ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ કેટલાક લોકો અંદર ફસાયા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી ઝડપથી (Rescue) શરૂ કરવામાં આવી હતી.

બ્લાસ્ટનો અવાજ સંભળાતા RAF જવાનો દોડી આવ્યા
ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર બ્લાસ્ટનો અવાજ નજીક આવેલા વસ્ત્રાલ RAF કેમ્પ સુધી સંભળાતા ત્યાં ફરજ પર રહેલા જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કેમ્પની પાછળ આવેલા વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાંથી ઘાયલ અને ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ RAF જવાનોએ બહાર કાઢીને પ્રાથમિક બચાવ કામગીરી હાથ ધરી હતી.હાલ ફાયરબ્રિગેડની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સત્તાવાર માહિતી મળતા વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
મેયર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ (Hitesh Barot) પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.આ ઉપરાંત ઝોન-8ના DCP મયુર પાટીલ અને સેક્ટર-2ના JCP જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી બચાવ અને તપાસની કામગીરી પર નજર રાખી રહ્યા છે.
8 મૃતદેહ બહાર કઢાયા
સેક્ટર-2ના JCP જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, ખુલ્લા ખેતરમાં શેડ બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હતું, છતાં ગેરકાયદેસર રીતે ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, દુર્ઘટના બાદ બચાવ કામગીરી દરમિયાન 8 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સૌથી પહેલા નજીકના RAF કેમ્પના જવાનો, ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન આગ પર કાબૂ મેળવવા સાથે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે રામોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી
પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાના ખુલાસા બાદ રામોલ પોલીસ દ્વારા એક્સપ્લોઝિવ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આગ અને બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક અને અન્ય તપાસ એજન્સીઓ પણ તપાસમાં જોડાશે.આ ઘટનાએ ગેરકાયદેસર રીતે ચાલતી જોખમી ફેક્ટરીઓ સામેના નિયમોના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત
આ પણ વાંચો: ગુજરાત ATSના રડારમાં આતંકી બિલાલ: કઠવાડાની હોટલમાં એક વર્ષ રોકાયો, CCTVથી સામે આવી હિલચાલ
