Gujarat Weather/ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, આ જીલ્લાઓમાં હીટવેવની આગાહી

જ્યારે આગામી 3 દિવસ દરમિયાન રાત્રીનું તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે.

Top Stories Gujarat Breaking News

South Gujarat Weather: સુરત (Surat) અને વલસાડ (Valsad)માં હવામાન વિભાગે આગ ઝરતી ગરમી(Heat)ની આગાહી કરવામાં આવી છે. બંને શહેરોમાં આજે અને આવતીકાલે યલો એલર્ટ (Yellow Alert) અપાયું છે. સુરત, નવસારીમાં હાલ તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું છે, હીટવેવની આગાહી પગલે દક્ષિણ ગુજરાતમાં અસહ્ય બફારાની સ્થિતિ જોવા મળશે.

How does climate change affect heatwaves? | Royal Meteorological Society

સુરત અને વલસાડમાં અગનગોળા વરસશે તેવી IMDએ આગાહી કરી છે. બંને શહેરોમાં આજે અને કાલે (10 અને 11 માર્ચ) યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત-નવસારીનું દિવસનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. આગામી 4 દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીના વધારાની શક્યતાઓ જોવા મળી છે.  જ્યારે આગામી 3 દિવસ દરમિયાન રાત્રીનું તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા, સાંજે 22 ટકાથી વધીને 45 ટકા જેટલું થવાની સંભાવના છે.

90+ Free Heatwave & Climate Change Images - Pixabay

આ બે દિવસે ઉત્તર પશ્ચિમ દિશામાંથી પ્રતિ કલાક 4 કિમીની ઝડપે પવન ફૂંકાશે, ગરમ અને ભેજવાળી હવાને કારણે અસહ્ય બફારાની સ્થિતિ સર્જાશે, સુરત, વલસાડ, બનાસકાંઠા, દમણ, સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ

આ પણ વાંચો:યલો એલર્ટ : દરિયાકાંઠા વિસ્તારોમાં આજે બફારો, રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર

આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર