Not Set/ એક તરફી પ્રેમમાં પાગલ બની, યુવતીની હત્યા કરનાર, હત્યારો ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હત્યાનો એક વધુ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં ડેટા એન્ટ્રી કરતી મૂળે નડિયાદની ઈશાની પરમારની ગાળાના ભાગે ચપ્પુ મારીને હત્યા કરી હતી. યુવતીની હત્યાનાં આરોપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નડીયાદની ઇશાની આંબાવાડીમાં આવેલી ફાઈનાન્સ તેમજ એડવોકેટ તેવા બે ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હત્યાનો એક વધુ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં ડેટા એન્ટ્રી કરતી મૂળે નડિયાદની ઈશાની પરમારની ગાળાના ભાગે ચપ્પુ મારીને હત્યા કરી હતી. યુવતીની હત્યાનાં આરોપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડીયાદની ઇશાની આંબાવાડીમાં આવેલી ફાઈનાન્સ તેમજ એડવોકેટ તેવા બે ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. આ યુવતીની યુવતીની બપોરનાં સમયે ઓફિસમાં ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઓફફિસનાં  સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. જેનાં આધારે પોલીસે હત્યારાને શોધવામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ઓફિસના સીસીટીવીમાં કેદ થયેલી હત્યારા યુવાનની તસ્વીરોનાં  આધારે યુવતીના પરિવારનાં  સભ્યોએ હત્યારા યુવાનને ઓળખી બતાવ્યો છે. મરનાર યુવતી અને હત્યારો યુવાન એક બીજાને સારી રીતે ઓળખતા હતા અને હત્યારો યુવતીનાં એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી તેને હેરાન પરેશાન કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મોડીરાત્રે બાયડનાં આંબલીયારામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.