Not Set/ પૂણેમાં ભારે વરસાદનાં કારણે પૂર જેવો માહોલ, 7 નાં થયા મોત

ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, તેમ છતાં, તે દેશનાં ઘણા રાજ્યોમાં તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ વખતે પુણેમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. એવી આશંકા છે કે આ આંકડાઓમાં […]

Top Stories India

ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે, તેમ છતાં, તે દેશનાં ઘણા રાજ્યોમાં તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ વખતે પુણેમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. એવી આશંકા છે કે આ આંકડાઓમાં હજુ વધી શકે છે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ત્રણ ટીમો મોકલવામાં આવી છે જે રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે.

શાહાકાર નગરમાં વરસાદને કારણે એક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં પાંચ લોકોની મોત કાટમાળ નીચે આવી જતા થઇ હતી, મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ પણ છે. પૂણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને વીજ પુરવઠો પણ અટવાયો છે. પદ્માવતી પમ્પિંગ સ્ટેશનને અસર થવાને કારણે સતારા રોડ, કોંઢાવા, બીબવેવાડી, સહકારનગર, માર્કેટયાર્ડ, બાલાજીનગર અને ઢંકાવાડીમાં પણ પાણી પુરવઠો બંધ રહેવાના સમાચાર મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.