Not Set/ બનાસકાંઠા/ ધાનેરામાં લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 1નું મોત – 10 લોકો ઘાયલ

ગુજરાતમાં જો અકસ્માત ન થાય તો દિવસ ઉગે જ નહી એવુ કહેવું પણ હાલનાં સમયમાં બીલકુલ યથાર્થ લાગી રહ્યું છે. રોજને રોજ ગુજરાતનાં કોઇને કોઇ ઘોરીમાર્ગમાં અકસ્માત નોંધવામાં આવે જ છે અને અકસ્માતમાં કોઇને કાઇ ભોગ બની રહ્યું છે, ક્યાંક ક્યાંક તો માનવતા મરી પરવરી હોય તેમ હિટ એન્ડ રનનાં કેસ પણ સામે આવે છે. […]

Top Stories Gujarat Others

ગુજરાતમાં જો અકસ્માત ન થાય તો દિવસ ઉગે જ નહી એવુ કહેવું પણ હાલનાં સમયમાં બીલકુલ યથાર્થ લાગી રહ્યું છે. રોજને રોજ ગુજરાતનાં કોઇને કોઇ ઘોરીમાર્ગમાં અકસ્માત નોંધવામાં આવે જ છે અને અકસ્માતમાં કોઇને કાઇ ભોગ બની રહ્યું છે, ક્યાંક ક્યાંક તો માનવતા મરી પરવરી હોય તેમ હિટ એન્ડ રનનાં કેસ પણ સામે આવે છે. ત્યારે આજે ફરી બનાસકાંંઠાનાં રાડ પર રક્ત રેડાયુ હોવાનું સામે આવી રહ્યું છે.

બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઇ છે.  બનાસકાંઠાના ધાનેરામાં લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. બસ લગભગ 60 જેટલા લોકો સાથે અમદાવાદ થી બાડમેર જઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો છે. અકસ્માતની આ ઘટનામાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

અકસ્માતમાં અન્ય 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઇ હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જો કે, તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે સર્જાયેલા આ અકસ્માતની ઘટનાનાં સમાચાર પોલીસને ટાઇમ સર આપી દેવામાં આવવા છતા પોલીસ 2 કલાક વિતી ગયા પછી આવી હતી. પોલીસ મોડી પહોંચતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.