Not Set/ અમદાવાદ: બૅંક્વિટમાં દારૂની મહેફિલ માણતા 8 ઝડપાયા

  અમદાવાદ રાજ્યમાં દારૂબંધી ફક્ત નામની જ છે, કોઇને કોઇ રીતે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહ્યો છે, ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકાર દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવી શકતી નથી. અમદાવાદના એસજી હાઇવે પાસે રાજપથ ક્લબના પાછળના ભાગે આવેલા બાગા રોસા બિલ્ડીંગમાં હેડ ઓ સ્ટેટ બૅંક્વિટમાં નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી, […]

Ahmedabad Gujarat

 

અમદાવાદ

રાજ્યમાં દારૂબંધી ફક્ત નામની જ છે, કોઇને કોઇ રીતે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહ્યો છે, ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકાર દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવી શકતી નથી.

અમદાવાદના એસજી હાઇવે પાસે રાજપથ ક્લબના પાછળના ભાગે આવેલા બાગા રોસા બિલ્ડીંગમાં હેડ ઓ સ્ટેટ બૅંક્વિટમાં નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી, તેને આધારે રેડ પાડતા 8 નબીરાઓ પકડાયા છે. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો અને કાર સહિતનો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. તમામ શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તેમના મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની પાર્ટીમાંથી ઝડપાયેલા નબીરાઓ 

જય દેસાઈ (શેલા ગામ)
ચિરાગ શાહ (નારણપુરા)
સચિન પટેલ (સોલા રોડ)
સંજય શાહ (જોધપુર ગામ)
દુષ્યંત શ્રીમાણી (નરોડા)
નિસર્ગ દેસાઈ (શેલા)
નીરવ સોની (ન્યૂ રાણીપ)
ચેતનસિંહ રાઉલજી (શેલા)