Not Set/ મુળ ખેડાના વતનીની સાઉથ આફ્રિકામાં ગોળી મારી હત્યા

પ્રિટોરીયા મૂળ ગુજરાતી એવા મુસ્લિમ આધેડની સાઉથ આફ્રિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.ખેડા જિલ્લાના ઠાસરના વતની એવા 51 વર્ષના યુનુસભાઇ સિકંદરભાઇ વ્હોરાની આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી છે. યુનુસભાઈ અમદાવાદમાં રહેતા હતા પણ 9 વર્ષ અગાઉ તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં સ્થાયી થયા અને ત્યાં પાર્ટનરશિપમાં મોલ શરૂ કર્યો […]

Top Stories

પ્રિટોરીયા

મૂળ ગુજરાતી એવા મુસ્લિમ આધેડની સાઉથ આફ્રિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.ખેડા જિલ્લાના ઠાસરના વતની એવા 51 વર્ષના યુનુસભાઇ સિકંદરભાઇ વ્હોરાની આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી છે.

યુનુસભાઈ અમદાવાદમાં રહેતા હતા પણ 9 વર્ષ અગાઉ તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં સ્થાયી થયા અને ત્યાં પાર્ટનરશિપમાં મોલ શરૂ કર્યો હતો.

20 જૂનને ગુરૂવારના રોજ યુનુસભાઇની ગાડી બગડી હોવાથી તેમણે તેમની બીજી શોપમાં કામ કરતા કર્મચારીને બોલાવ્યા હતા.

આ દરમિયાન તેમની શોપમાં લૂંટારૂઓ ઘુસી આવ્યા હતા.યુનુસભાઈ ગાડીમાંથી ઉતરે ત્યાં સુધીમાં તો લૂંટારુઓએ તેમને માર મારી જમીન પર  જમીન ઉપર સુવડાવી દીધા હતા.એ પછી ગાડીની પાછળ રહેલા એક લૂંટારુએ ગોળી ચલાવી દીધી હતી.

લૂંટારૂએ ગોળી મારી દેતાં યુનુસભાઇ ત્યાંજ ફસડાઇ પડ્યા હતા. યુનુસભાઇને ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ 20 થી 25 મિનિટ લૂંટ ચલાવી સાથે સાથે તોડફોડ પણ કરી હતી.

ઘવાયેલા યુનુસભાઈને હોસ્પિટલમાં લઈ જતા તેમને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

લૂંટારૂઓ સી.સી.ટી.વી. કેમેરા અને ડી.વી.આર. પણ તોડી ગયા હતા. આ ઘટનામાં 4 સ્થાનિક લૂંટારૂઓ સંડોવાયેલા હતા.

મૃતક યુનુસભાઇનો પરિવાર અમદાવાદના જમાલપુરમાં રહે છે. જેમાં તેમના પત્ની, પુત્ર સલમાન વ્હોરા,પુત્રવધુ રહે છે.યુનુસભાઇ 20 દિવસ પહેલા જ દાદા બન્યા હતા. પુત્ર સલમાનના ઘરે 20 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો.