Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખરાબ રસ્તાઓથી નાગરિકોને અનેક તકલીફો વેઠવી પડી રહી છે. ચોમાસા બાદ ઉનાળામાં પણ હવે માર્ગ પર ભુવા (Pothole) પડવાની સમસ્યાઓ સર્જાવા લાગી છે. પરિણામે જીવનું જોખમ ટોળાતું રહે છે. શહેરના ઈસનપુરમાં હેલ્થ સેન્ટર નજીક ભુવો પડતા તંત્રની કામગીરીની પોલ ખુલી છે.
હજારો કરોડોનું બજેટ ફાળવવા છતાં આજ દિન સુધી અમદાવાદમાં સારા રસ્તાઓનો અભાવ જોવા મળ્યો છે તેમ લોકોનું માનવું છે. સારા રસ્તા કેટલા સમય સુધી સારા રહેશે એ પણ હવે એક પ્રશ્ન બની ગયો છે. બિસ્માર માર્ગને કારણે સ્થાનિકોની ફરિયાદો નિરંતર વધતી જઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં ઉનાળાની ઋતુમાં ભુવો પડી જતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. ઈસનપુરમાં એએમસીનાં હેલ્થ સેન્ટરની નજીક ભુવો પડયો હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, હાટકેશ્વર સર્કલ નજીક ભાઈપુરા વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ ભઉવો પડ્યો હતો, જેનું સમારકામ કરાયું હતું. જૂજ દિવસો પહેલા પણ ભુવો પડતા રિપેરકામ કરાયું હતું, ત્યારે ફરીથી ભુવો પડતાં સ્થાનિકો, રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં રહીશોમાં રોષ ફેલાયો છે.
અગાઉ શહેરના અમરાઇવાડીથી હાટકેશ્વર રિંગ રોડ સુધીના વિસ્તારમાં ભુવો પડ્યો હતો. સાથે AMCની નબળી કામગીરી ખુલ્લી પડી ગઈ હતી. તંત્રના સલામત માર્ગના દાવા પોકળ સાબિત થતાં સતત જોવા મળી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટમાં મોટા મોટા બણગાં ફૂંકતું AMC અત્યારે એકદમ ચૂપ થઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી લોકો પરેશાન થઈ ચુક્યા છે. દર વર્ષે મોટા મોટા ભુવાઓ પડે છે. છતાં વહીવટીતંત્રને કોઈ જ અસર થતી નથી. હલકી ગુણવતાવાળી વસ્તુના ઉપયોગનો પણ પ્રજાએ આરોપ મૂક્યો છે. ટેક્સ ભરવા છતાં સારી માળખાતગત સુવિધા ન મળતાં અમદાવાદીઓ રોષે ભરાયા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં
આ પણ વાંચો:સુરતમાં રોડ પર ભુવા રાજ, અડાજણ મુખ્ય માર્ગ પર વધુ એક ભુવો પડ્યો
આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર પડ્યો મસમોટો ભુવો