ડાયમંડ સીટી/ સુરતમાં રોડ પર ભુવા રાજ, અડાજણ મુખ્ય માર્ગ પર વધુ એક ભુવો પડ્યો

સુરતમાં વખતો વખત ભુવા પડવાની સમસ્યા સામે આવે છે ત્યારે પાલિકા ના અધિકારીઓ ના પાપે સ્થાનિકો ને હાલાકી ભોગવવાનો વારો આવે છે.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

  • સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત
  • તંત્રના પાપે પ્રજા પરેશાન
  • અડાજણ મુખ્ય માર્ગ પર પડ્યો ભૂવો
  • વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા

Surat News:સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. પાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે ફરી રાંદેર- અડાજણ મેઇન રોડ પર ભુવો પડતા વાહન ચાલકોમાં ભારે મુશકેલી જોવા મળી રહી છે. ભય હેઠળ વાહન ચાલકો વાહન ચલાવવા મજબુર બન્યા છે.

સુરતમાં વખતો વખત ભુવા પડવાની સમસ્યા સામે આવે છે ત્યારે પાલિકા ના અધિકારીઓ ના પાપે સ્થાનિકો ને હાલાકી ભોગવવાનો વારો આવે છે.ત્યારે ફરી રાંદેર , અડાજણ મેઇન રોડ પર ભુવો પડતા વાહન ચાલકો ભય હેઠળ વાહન ચલાવવા મજબુર બન્યા છે..

સુરત મહાનગર પાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સમગ્ર શહેરી જનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કારણ કે સુરત શહેરમાં વરસાદ પડયા બાદ વખતો વખત ભુવા પડવાનો સિલસિલો યથાવત છે અને આ ભુવા મેઇન રોડ પર જ પડી રહ્યા છે, ત્યારે ફરી એક વખત અડાજણ રાંદેરનો જોડતા મેઇન રોડ પર ભુવો પડ્યો હતો.

ભુવો પણ રોડની વચ્ચે જ પડ્યો હતો.જેથી વાહનચાલકો ભય હેઠળ વાહન ચલાવવા મજબુર બન્યા છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવતા હોય છે પરંતુ આ રોડનું નિરીક્ષણ તો પાલિકાના અધિકારીઓ જ કરતા હોય છે.જોકે આ નિરીક્ષણ દરમ્યાન કેટલાક કોન્ટારક્ટરો સાથેની મિલિભગતના કારણે રોડનું યોગ્ય નિરીક્ષણ નહીં કરી તેમાં પણ ભ્રષ્ટાચાર કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે. ત્યારબાદ વરસાદ પડે છે .

શહેરના કાપોદ્રા,વરાછા,હીરાબાગ, અડાજણ અને હવે રાંદેરમાં પણ ભુવા પડયા છે.આ પ્રકારના રોડની મંજૂરી આપી દેવાતા લોકોને હાલાકી પડી રહી છે કારણ કે વખતો વખત ઊંડા ભુવા પડે છે તેનાથી કોઈ અકસ્માતની ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉદભવે છે. ત્યારે હાલ પાલિકાના અમુક અધિકારીઓના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે