- ભાવનગર : ત્રણ આરોપીને ઝડપી લીધા
- યુવતી સહિત અન્ય ત્રણ આરોપીને ઝડપી લીધા
- પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ સાથે હોસ્પિટલમાં જ કામ કરતી યુવતી સાથેનો અશ્લીલ વીડિયો ઉતારી જાળમાં ફસાવી તબીબ પાસેથી ખંડણી માગનાર યુવતી સહિત અન્ય ત્રણ જણાએ બે કરોડની ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મુદ્દે ડોક્ટરે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણને ઝડપી લીધા હતા.
ભાવનગરના પાલીતાણા શહેરમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા પ્રખ્યાત ડોક્ટરની હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કહેવાતા પત્રકાર ભાવેશ મકવાણા, ભાવનગરના રાજુ જમોડ અને ગિરગઢડાના સાગર બાલુ ભાલીયા સાથે મળી ડોક્ટર પાસેથી મોટી રકમ પડાવવા કાવતરું રચ્યું હતું, જેમાં યુવતીએ તબીબને પોતાની મોહજાળમા ફસાવી તેની સાથે અશ્લી વીડિયો મોબાઈલમાં રેકર્ડ કરી લીધો હતો.
ત્યારબાદ ભાવેશ, રાજુ અને સાગરે સાથે મળી આ વીડિયો ડોક્ટરને મોકલી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ કરી બદનામ કરી દેવાની ધમકી સાથે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ભરાયેલા તબીબે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવતી તથા ત્રણ શખ્સો મળી કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નમીનાબાનુ હનિફભાઈ બેલીમ, ભાવેશ રામજી મકવાણા તથા સાગર બાબુ ભાલીયા ને ઝડપી લઈ પુછપરછ હાથ ધરવા સાથે નાસત ફરતા રાજુ જમોડને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે. આ ઘટનાને લઈને પાલીતાણા પંથકમાં ભારે ચકચાર મચી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો
આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ
આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત