Ahmedabad Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ છે. શહેરના બોપલ, ઇસ્કોન, સોલા, વસ્ત્રાપુર, બોડકદેવ, શિવરંજીની, એસજી હાઇવે, ગોતા, શીલજ, શેલા, રાયપુર, લાલ દરવાજા, મણિનગર, ખોખરા, શાહપુર, દરિયાપુર, વાસણા, પાલડી, નરોડા, નિકોલ, બાપુનગર, અસારવા, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ છે.
અમદાવાદ શહેર આજે પડેલા વરસાદ વિશે વાત કરીએ તો શહેરના ઓઢવમાં 1 ઈંચ, વિરાટનગરમાં 1 ઈંચ, નિકોલમાં 1 ઈંચ, રામોલમાં 1 ઈંચ, ઉસ્માનપુરામાં સવા ઈંચ, રાણીપમાં સવા ઈંચ, બોડકદેવમાં 1 ઈંચ, સાયન્સ સીટી વિસ્તારમાં સવા ઈંચ, ગોતામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાંદલોડિયામાં દોઢ ઈંચ વરસાદ, જોધપુરમાં 1 ઈંચ, બોપલમાં 1 ઈંચ, દૂધેશ્વરમાં સવા ઈંચ, કોતરપુર વિસ્તારમાં 1 ઈંચ, મેમકોમાં 1 ઈંચ, નરોડામાં પોણો ઈંચ, મણીનગરમાં 1 ઈંચ, વટવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
શહેરમાં અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી ગરમીની તીવ્રતામાં ખાસ્સો વધારો નોંધાયો હતો. શહેરમાં ગઈકાલે 31 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. જેથી હવે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી વરસાદના કારણે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ
આ પણ વાંચો:પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, લોકો લાઇટના થાંભલા સાથે બાંધીને કર્યું મુંડન, જુઓ Video
આ પણ વાંચો:સુરતની આ સરકારી શાળાના બાળકોએ 650 ગણેશજીની માટીની પ્રતિમા કરી તૈયાર