ભાદરવો ભરપૂર/ 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ પંચમહાલના મોરવા હડફમાં 10.12 ઇંચ ખાબક્યો છે.

Top Stories Gujarat Others

Gujarat News: અલ નીનોની અસરને કારણે ગુજરાતમાં વરસાદમાં લાંબો વિરામ રહ્યો હતો, જેના કારણે ઓગસ્ટ મહિનામાં છેલ્લા 10 વર્ષમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો હતો.રાજ્યના કોઈપણ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થયો નથી. પરંતુ ગુજરાતમાં ફરી એકવાર એક સાથે બે નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વિભાગ અને હવામાનશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ પંચમહાલના મોરવા હડફમાં 10.12 ઇંચ ખાબક્યો છે. જ્યારે છોટાઉદેપુરમાં 9.88 ઇંચ, દાહોદ અને શહેરામાં 9.72 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પંચમહાલ અને છોટાઉદેપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મોરવાડહફમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર શહેરમાં પણ 10 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરા અને દાહોદમાં પોણા 10 ઈંચ વરસાદ નોંધાયો છે.

આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 48 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. તેમના મતે પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ખેડા, આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલાસિનોરમાં પણ વરસાદની સંભાવના છે.

વરસાદની આગાહીથી ખેડૂતો ખુશ

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, જો કે હવે વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, મધ્ય ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો:જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ મહોત્સવને લઇ આવી કરાઈ તૈયારીઓ

આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત

આ પણ વાંચો:પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, લોકો લાઇટના થાંભલા સાથે બાંધીને કર્યું મુંડન, જુઓ Video

આ પણ વાંચો:સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક