મોટા સમાચાર/ સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Mantavyanews 2 2 સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક

ગુજરાત વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 પાસ થયું છે. જો કે આ બીલ પહેલા ચાર વખત વિધાનસભામાં નામંજૂર કરવામાં આવ્યું હતું. ભારે વિરોધ વચ્ચે આ બિલને આજે ગૃહમાં પાસ કરવામાં આવ્યું છે. બીલને લઈ ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023નો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યાં હતાં. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચૂક્યું હતું. ત્યારે ફરી એકવાર સરકારે આ બિલ વિધાનસભામાં રજૂ કરી પાસ કરાવ્યું છે. આ બિલનો વિરોધ કોંગ્રેસ તો પહેલાંથી જ કરી રહી છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023ની મહત્ત્વની જોગવાઈઓ વિશે નજર કરીએ તો એમાં જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ, બોર્ડ, સમિતિ કાઉન્સિલની જોગવાઈઓ, અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ-કમિટીઓ ઉમેરવામાં આવી છે. UGCનાં ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને એની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.

કોંગ્રેસ આ બિલનો વિરોધ પહેલાથઈ કરી રહી છે. જો કે, આ બીલ પહેલા પણ વિધાનસભામાં ચાર વખત રજૂ કરવામાં આવ્યો હતો. તે ચાર વખત આ બીલને નાંમજૂર કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા ફરી એકવાર આ બીલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલના વિરોધમાં કોંગ્રેસ સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા,અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી , આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.

આ એક્ટની જોગવાઈઓથી 11 પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે. ઐતિહાસિક વિધેયક દ્રારા આવનારા 100 વર્ષની સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાઈ રહ્યો છે – મંત્રી  ઋષિકેશ પટેલ

એક્ટની મહત્વની જોગવાઈ
– યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
– એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
– યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
– આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
– રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલશ્રી રહેશે
– વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
– અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ
– યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
– યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે.
– યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.
– ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા