Politics/ PM બનવા માગતા નીતીશ કુમાર માટે વડાપ્રધાનની ખુરશી ખાલી નથીઃ અમિત શાહ

લાલુજી પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માગે છે અને નતીશજી દર વખતની જેમ વડાપ્રધાન બનાવા માગે છે

Top Stories India
Mantavyanews 22 PM બનવા માગતા નીતીશ કુમાર માટે વડાપ્રધાનની ખુરશી ખાલી નથીઃ અમિત શાહ

પટણાઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે છે. મધુબનીમાં જાહેર સભાને સંબોધતી વખતે અમિત શાહે વિપક્ષના ‘ઇન્ડિયા’ ગઠબંધનને સ્વર્થનું ગઠબંધન ઠેરાવી નીતીશ-લાલુની જોડીને આડે હાથ લીધા હતા. સભામાં અમિત શાહે કહ્યું કે વડાપ્રધાનની ખુરશી પર 2024માં નરેન્દ્ર મોદી જ જોવા મળશે. આ સાથે તેમણે હુંકાર કર્યો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં બિહારની તમામ 40 બેઠક પર બીજેપી જીતશે.

ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા ‘મારી માટી મારો દેશ’ના નામે અભિયાન ચલાવી રહી છે. અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે છે. મધુબનીમાં જાહેર સભાને સંબોધતી વખતે અમિત શાહે ‘ઇન્ડિયા’ ગઠબંધનને આડે હાથ લીધુ હતું. તેમણે ગઠબંધનને સ્વર્થનું ગઠબંધન ઠેરાવી પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નીતીશ કુમારને આડે હાથ લીધા હતા.

મધુબનીના ઝંઝારપુરમાં જાહેર સભાને સંબોતા તેમણે કહ્યું કે આ સ્વાર્થનું ગઠબંધ છે. લાલુજી પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માગે છે અને નતીશજી દર વખતની જેમ વડાપ્રધાન બનાવા માગે છે. પરંતુ નીતીશજીનો મેળ આ વખતે પણ નહીં આવે, વડાપ્રધાનનું પદ ખાલી નથી, ત્યાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ બેસવાના છે.

શાહે રાજ્યની ગઠબંધન સરકાર પર આરોપ લગાવ્યો કે આ લોકો બિહારને જગંલરાજ બનાવવાની દિશામાં લઇ જઇ રહ્યા છે, તૃષ્ટિકરણ કરી બિહારના લોકોને એવા હાથમાં સોંપવા માગે છે જ્યાં બિહાર સુરક્ષિત રાખી શકતા નથી.

અમિત શાહે ઝંઝારપુરની જનતાને કહ્યું કે આ ઉત્સાહ મોદીજીના સમર્થનમાં છે. મને આશા છે કે રાજ્યની જનતા લોકસભાની ચૂંટણીમાં તમામ 40 બેઠક પર બીજેપીને જીતાડશે. જણાવી દઇએ કે 2014ની ચૂંટણીમાં બીજેપીએ બિહારમાં 40 ટકા વોટની સાથે 31 બેઠકો જીતી હતી જ્યારે 2019માં 53 ટકા વોટની સાથે 39 બેઠક જીતી હતી.