દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા ‘ભારત મંડપમ’ બાદ હવે રાજધાનીમાં વધુ એક ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) બનાવવામાં આવી રહ્યું છે, જેને ‘યશોભૂમિ’ નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત ‘યશોભૂમિ’ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. સાથે તેઓ દ્વારકા સેક્ટર-21થી દ્વારકા સેક્ટર-25 સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કરશે.
અધિકારીઓએ કહ્યું કે દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું પીએમ મોદીનું વિઝન છે. તેમણે કહ્યું કે દ્વારકાની ‘યશોભૂમિ’ આને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે 8.9 લાખ ચોરસ મીટરથી વધુના પ્રોજેક્ટ એરિયામાં ફેલાયેલો અને 1.8 લાખ ચોરસ મીટરથી વધુના નિર્મિત વિસ્તારમાં તે વિશ્વની સૌથી મોટી MICE (બેઠક, પ્રોત્સાહન, સમ્મેલન અને એક્ઝિબિશન) સુવિધાઓમાંનો એક હશે. 73 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય સભાગૃહ, ભવ્ય બૉલરૂમ અને 13 મીટિંગ હોલ સહિત 15 કન્વેન્શન હોલનો સમાવેશ થાય છે, જેની કુલ ક્ષમતા 11,000 પ્રતિનિધિઓની છે. કન્વેન્શન સેન્ટરમાં દેશની સૌથી મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી છે.
કન્વેન્શન સેન્ટરના મુખ્ય સભાગૃહમાં અંદાજે 6,000 મહેમાનોની બેઠક ક્ષમતા છે. ઓડિટોરિયમમાં લાકડાના ફ્લોરિંગ હશે. ઓટોમેટિક ખુરશીઓ પણ લગાવવામાં આવશે. આ સાથે ઓડિટોરિયમની દિવાલો પર સાઉન્ડ પેનલ લગાવવામાં આવશે, જે મુલાકાતીઓને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરશે.
કન્વેન્શન સેન્ટરમાં પેટલ સીલિંગની ભવ્યતા સાથેનો ગ્રાન્ડ બોલરૂમ હશે, જેમાં એક સમયે 2,500 મહેમાનો હાજર રહી શકશે. એક મોટો ખુલ્લો વિસ્તાર પણ હશે, જેમાં 500 લોકો બેસી શકશે. આઠ માળમાં ફેલાયેલા 13 મીટીંગ હોલમાં વિવિધ સ્તરની મીટીંગોનું આયોજન કરી શકાય છે.
‘યશોભૂમિ’ દુનિયાના સૌથી મોટા એક્ઝિબિશન હોલમાંથી એક હશે. 1.07 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાઓ અને બિઝનેસ ઈવેન્ટ્સ યોજવા માટે કરવામાં આવશે. તાંબાની છત સાથે વિશિષ્ટ ડિઝાઇન કરવામાં આવી છે. આ લોબીમાં મીડિયા રૂમ, VVIP લાઉન્જ, ક્લોક સુવિધાઓ, મુલાકાતી માહિતી કેન્દ્ર, ટિકિટિંગ વગેરે જેવા વિવિધ સપોર્ટ વિસ્તારો હશે.
આ પણ વાંચો: Russia/ અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધની તૈયારી કરી રહ્યા છે કિમ જોંગ, રશિયા પાસેથી ખતરનાક ન્યુક્લિયર બોમ્બર એરક્રાફ્ટ મંગાવ્યા
આ પણ વાંચો: રાજીનામું/ કોંગ્રેસને રામ-રામ કરી રામને વરેલા પક્ષમાં જોડાયો વધુ એક કોંગ્રેસી
આ પણ વાંચો: Loksabha Election 2023/ લોકસભા ચૂંટણીને લઈને ખડગેનું મોટું નિવેદન, કહ્યું- ‘જો આપણે સાથે નહીં લડીએ તો…’