રાજીનામું/ કોંગ્રેસને રામ-રામ કરી રામને વરેલા પક્ષમાં જોડાયો વધુ એક કોંગ્રેસી

ગુજરાતમાં કોંગ્રેસમાં વિદાય સમારંભ અટકવાનું નામ જ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલીને તેની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે.

Gandhinagar Top Stories Gujarat
For Mantavya 5 કોંગ્રેસને રામ-રામ કરી રામને વરેલા પક્ષમાં જોડાયો વધુ એક કોંગ્રેસી

અરવલ્લીઃ ગુજરાતમાં કોંગ્રેસમાં વિદાય સમારંભ અટકવાનું નામ જ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલીને તેની કમાન શક્તિસિંહ ગોહિલના Shaktisingh gohil હાથમાં સોંપી દીધી છે. પણ તેનાથી પણ હજી ફેર પડ્યો લાગતો નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારામાં છેલ્લું નામ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનું Haresh Vasava છે. તેમણે કોંગ્રેસને વિધિવત અલવિદા કહીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હરેશ વસાવાનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે. હરેશ વસાવાની સાથે તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. હરેશ વસાવાએ ભાજપમાં જોડાતા પહેલા સી.આર. પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી અને આ બેઠક બાદ જ તેઓ ભાજપમાં જોડાયા હતા.

હરેશ વસાવાને ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે નાંદોદ બેઠક પરથી ટિકિટ આપી હતી. પણ તેમનો ભાજપના ડો. દર્શનાબેન દેશમુખ સામે પરાજય થયો હતો. ડો. દર્શનાબેન દેશમુખે તેમને 28 હજાર કરતાં વધારે મતથી હરાવ્યા હતા.

કોંગ્રેસમાં આ કંઈ પાછુ છેલ્લુ ભંગાણ નથી અને પહેલું ભંગાણ પણ નથી. હજી ગયા મહિને જ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાતા અરવલ્લી કોંગ્રેસના લગભગ 400 કાર્યકરોએ અને વરિષ્ઠ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આમ મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ અને યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

આ બતાવે છે કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં બધી 26 બેઠક જીતવા માટે કોઈ કસર બાકી રહેવા માંગતી નથી. આ બધી તડજોડ તેના માટે જ અત્યારથી થઈ રહી છે.  આ વિદાય પણ છેલ્લી નથી, ગુજરાત કોગ્રેસમાં હજી પણ વિદાય સમારંભ ચાલુ રહે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ NIA Raids/ ISIS ભરતી મામલે આ રાજ્યોમાં NIAના દરોડા!

આ પણ વાંચોઃ Pak Terrorism/ ‘મેડ ઇન ચાઇના’ના અત્યાધુનિક ઉપકરણોની મદદથી ભારતમાં ત્રાટકતા પાકના આતંકવાદીઓ

આ પણ વાંચોઃ રેવા/ નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ડેમના 10 ગેટ ખોલાયા

આ પણ વાંચોઃ ઠાસરા પથ્થરમારો/ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Gujarat IAS/ ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન