ઠાસરા પથ્થરમારો/ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે સઘન કોમ્બિંગ બાદ મોડી રાત્રે ધરપકડ કરી છે. આ સિવાય દસેક શંકાસ્પદોને પણ અટકાયતમાં લીધા છે.

Top Stories Gujarat Others
Mantavya 2 ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

ઠાસરાઃ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર Stone pelter arrested પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે સઘન કોમ્બિંગ બાદ મોડી રાત્રે ધરપકડ કરી છે. આ સિવાય દસેક શંકાસ્પદોને પણ અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસના ચાંપતા Kheda News બંદોબસ્તના લીધે ઠાસરામાં સ્થિતિ અંકુશમાં છે.
ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા પછી પોલીસની તાત્કાલિક કાર્યવાહીના લીધે સ્થિતિ તો કાબૂમાં આવી ગઈ, પણ હવે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલ્યો છે. મુસ્લિમ ફરિયાદીએ 1,500 હિંદુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુએ હિંદુ તરફથી 17 મુસ્લિમ સામે અને 50ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
તેની સાથે પોલીસ તરફથી ચાર જણા સામે નામજોગ Stone pelter arrested ફરિયાદ કરવામાં આવી છે. 70 મુસ્લિમોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ ઠાસરાના શિવજીની સવારી પર થયેલા પથ્થરમારા અને તેના પછી સર્જાયેલી સ્થિતિમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.
પોલીસે આ ઘટના પછી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન Kheda News કોમ્બિંગ શરૂ કર્યુ હતુ. આ કોમ્બિંગના પ્રતાપે મોડી રાત્રે છ પથ્થરબાજોને ઝડપ્યા હતા. આ સિવાય દસેક શકમંદોને પણ અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસના ચાંપતા બંદોબસ્તના લીધે ઠાસરામાં કરફ્યુ જેવો સન્નાટો છવાયો છે.
સમગ્ર ઘટનાક્રમના સંદર્ભમાં જોઈએ તો શ્રાવણી અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની શોભાયાત્રા વાજતેગાજતે નીકળી હતી. ડીજેના તાલ પર નીકળેલી શોભાયાત્રામાં બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે Stone pelter arrested પહોંચી હતી. તેના પછી એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આમ શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં સમગ્ર ઠાસરા તંગ થઈ ગયું હતું. પથ્થરમારાના લીધે ફક્ત શિવજીની શોભાયાત્રામાં જ નહી સમગ્ર ઠાસરામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાના આ બનાવમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક પીએસઆઇને ઇજા પહોંચી હતી. વાહનોને નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની એલસીબી, એસઓજીનો પોલીસ કાફલો ઠાસરા આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસ વડા રાજેશ ગઢિયાના જણાવ્યા મુજબ શોભાયાત્રા ઠાસરા શહેરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસે આના પગલે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરી પથ્થરમારો કરનારાઓની તલાશ શરૂ કરી હતી. મોડી રાત્રે છ પથ્થરબાજની ધરપકડ કરાઈ હતી.

 

આ પણ વાંચોઃ Encounter/ બારામુલાના ઉરીમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર મરાયા

આ પણ વાંચોઃ Ayodhya Ram Mandir/ અયોધ્યાના રામ દરબારનો ‘નવો નકશો’ જાહેર, ભક્તોને મળશે આ સુવિધાઓ

આ પણ વાંચોઃ NIPAH VIRUS IN KERALA/ નિપાહ વાયરસનો અંત નજીક, ઓસ્ટ્રેલિયાથી એન્ટિબોડી આયાત કરવાનો નિર્ણય

આ પણ વાંચોઃ Gujarat Rainforecast/ રાજ્યમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Gujarat Rains/ મેહુલિયો વરસ્યો અનરાધાર, ખેડૂતોમાં આનંદ બેસુમાર