ફાંસી/ આ BJP કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો, અહીં ચૂંટણી ટાણે જ ખેલાયો ખૂની ખેલ

પશ્ચિમ બંગાળનાં નંદિગ્રામમાં ચૂંટણીની સવારે મોટા સમાચાર સામે આવ્યા છે. નંદિગ્રામમાં વેકુટિયા ખાતે ભાજપનાં કાર્યકર્તાનું રહસ્યમય મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.

Top Stories India
Untitled 1 10 આ BJP કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો, અહીં ચૂંટણી ટાણે જ ખેલાયો ખૂની ખેલ

પશ્ચિમ બંગાળનાં નંદિગ્રામમાં ચૂંટણીની સવારે મોટા સમાચાર સામે આવ્યા છે. નંદિગ્રામમાં વેકુટિયા ખાતે ભાજપનાં કાર્યકર્તાનું રહસ્યમય મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. આ કાર્યકર્તાનો લટકતો મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યો હતો. આ મૃતક ભાજપનાં કાર્યકર્તાનું નામ ઉદય દોહે છે.

હમણાં નહીં ઘટે સેલેરી! / ટેક હોમ સેલેરીમાં નહીં આવે કપાત, નવા શ્રમ વેતન કાયદાનો અમલ રોકાયો

મૃતક ભાજપનાં કાર્યકર્તાનાં પરિવારે દાવો કર્યો હતો કે, બુધવારે સાંજે બદમાશોનું એક જૂથ તેમના ઘરે ઘૂસી ગયું હતું. દરમિયાન ઉદયને ધમકી આપી હતી. પરિવારનો દાવો છે કે, ઉદય લાંબા સમયથી ભાજપનાં સક્રિય કાર્યકર્તા હતા. આ પ્રદેશમાં તેમની શક્તિ સતત વધી રહી હતી. જેના કારણે વિસ્તારનાં જમીની કાર્યકર્તાઓ પર દબાણ વધી રહ્યું હતું. ઉદય અને તેમના પરિવારનાં સભ્યોને જમીની સ્તરેથી એક કરતા વધુ વખત ધમકી આપવામાં આવી છે. ઉદય આ પ્રકારની ઘટનાઓથી ગભરાઈ ગયો હતો. પરિવારે દાવો કર્યો હતો કે, બુધવારે રાત્રે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ધમકી આપ્યા બાદ ઉદય પોતાનું ઘર છોડી દીધુ હતુ. તે થોડો થાકેલો હોય તેવુ લાગી રહ્યુ હતુ. તેમનો મૃતદેહ ગુરુવારે સવારે ઘરમાંથી મળી આવ્યો હતો. સમગ્ર ગામમાં આ મોત બાદ ડરનો માહોલ ફેલાયો હતો.

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક / તમિલનાડુની ચૂંટણી પહેલા સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની મુદત 30 મે નાં રોજ પૂર્ણ થઈ રહી છે. 17 મી વિધાનસભાની ચૂંટણી માટે 7,34,07,832 મતદાતા ઉમેદવારોનું ભાવિ 27 માર્ચથી નક્કી કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી કુલ આઠ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 27 માર્ચે 30 બેઠકો પર મતદાન યોજાયું હતું અને આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં નંદિગ્રામની બેઠકનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલે 31 બેઠકો છે, ચોથા તબક્કામાં 10 એપ્રિલે 44 બેઠકો છે, પાંચમા તબક્કામાં 17 એપ્રિલનાં રોજ 45 બેઠકો છે, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે 43 બેઠકો છે, સાતમાં તબક્કામાં 26 એપ્રિલે 36 બેઠકો છે અને આઠમા અને અંતિમ તબક્કામાં 29 એપ્રિલે 35 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ પાંચ રાજ્યોમાં એક સાથે 2 મે નાં રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ