Gujarat Weather/ ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 04 03T182116.775 ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?

Ahmedabad News: ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી 12 થી 18 એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  હવામાનના બદલાવ અંગે વધુ આગાહી કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ સર્જાશે. જ્યારે 9 એપ્રિલ થી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો પણ થશે.

જોકે 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ,ગાંધીનગર ,સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે . તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ , સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ સાથે હવામાનમાં પલટા અંગેની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, સુરત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા દેખાઈ રહી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસ થી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ થવાની આગાહી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ હતું અને ઘણા સ્થળે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બનાસકાંડા, મહેસાણા, પાટણના ઘણા વિસ્તારમં સારો વરસાદ પડ્યો છે. જેમાં વાવ તાલુકામાં 1 ઇંચ, થરાદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણામાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપમાં ખેંચતાણ યથાવત, બે નેતાઓ બદલ્યા તો બીજી બાજુ ભાજપના નેતા પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ….

આ પણ વાંચો:UNSCમાં ભારતના સ્થાયી સ્થાનને લઈ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું, ભારતને મળશે જ સ્થાન, એના માટે….

આ પણ વાંચો:કેજરીવાલ જેલમાં, પત્ની સુનિતા ગુજરાતમાં કરી શકે છે પ્રચાર…..

આ પણ વાંચો:પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી