@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના મોટા વરાછા ખાતે રેહતા 31 વર્ષીય યુવાનને વર્ક ફોર્મ હોમનો મેસેજ આવ્યો હતો જેમાં યુવાને વાતચીત કરતા હોટેલના ઓર્ડરના ટાસ્કમાં કમીશનની લાલચ આપી ઠગ ટોળકીએ રૂપિયા 6.95 લાખ પડાવ્યાની ફરિયાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોધાઇ હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપડક કરી છે.
સુરત સાઇબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા 31 વર્ષીય યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ગત 11 જાન્યુઆરીના રોજ તેમને ટેલિગ્રામ મારફતે વર્ક ફોર્મનો મેસેજ આવ્યો હતો. પણ તેમને તે તરફ કોઈ ધ્યાન આપ્યું નહોતું. બાદમાં તેમણે ફરી વખત મેસેજ કરતા તેમને વાતચીત કરી હતી.આ વાતચીત બાદ તેમને ઠગ આરોપીઓએ હોટલના ઓર્ડર આપવાના ટાસ્કમાં કમિશનની લાલચ આપી હતી.
આરોપીએ જણાવ્યું હતું કે ટાસ્ક મા 30 હોટેલ ના ઓર્ડરનો એક ટાસ્ક પૂર્ણ કરવાથી કમિશન મળશે બાદમાં તેમને એક ટાસ્ક પૂર્ણ કર્યો ત્યારે તેમના એકાઉન્ટમાં રૂપિયા 1042 કમિશન જમા થયું હતું. બાદમાં તેમની પાસેથી અલગ અલગ ટાસ્ક અને ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી 7.50 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવી માત્ર 55,360 રૂપિયા વિડ્રોલ કરવા દઈ બાકીની 6.94 લાખ રૂપિયાની રકમ વિડ્રોલ નહીં કરવા દઇ ઠગાઈ આચરી હતી.
સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન આ ગુનામાં આરોપી જીગ્નેશભાઈ આહલપરાની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:કેજરીવાલ જેલમાં, પત્ની સુનિતા ગુજરાતમાં કરી શકે છે પ્રચાર…..
આ પણ વાંચો:પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી