ગાંધીનગર/ પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાતુ દેખાઇ રહ્યુ છે. રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સમવાનું નામ જ નથી લેતો.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 2024 04 02T132540.377 પાટીલે કહ્યું રૂપાલાને માફ કરી દો મારી બે હાથ જોડીને વિનંતી
  • પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠક પુર્ણ
  • ક્ષત્રિય સમાજના 92 લોકોની ટીમ:પાટીલ
  • ક્ષત્રિય સમાજને મારી હાથ જોડી વિનંતી છે:પાટીલ

Gandhinagar News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાતુ દેખાઇ રહ્યુ છે. રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સમવાનું નામ જ નથી લેતો. ત્યારે હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે.

ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સી.આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપુત, આઈ.કે જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી પણ બેઠકમાં હજાર હતા.

આ બેઠક બાદ સી. આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવવા માટે હાથ જોડીને વિનંતી કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં સી. આર પાટીલે જણાવ્યુ હતુ કે, ‘અમે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ અમને માફ કરે. આવતીકાલે સમાજ સાથે બેઠક મળશે એને તેમને સાંભળવામાં આવશે અને આ વાતનો નીવેડો લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.’ આ સાથે તેમણે કહ્યુ કે, હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂ છુ કે, ભૂલ થઇ છે એના માટે માફી પણ મંગાવી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.’

નોંધનીય છે કે, સોમવારે રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ છે કે, અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નથી. પરસોત્તમ રૂપાલાને કોઇપણ બેઠક પરથી ટિકિટ મળવી ન જોઇએ. ઉમેદવાર નહીં બદલાય તો અમે મહાઆંદોલન પણ કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની કોર્ટે 96 વર્ષના વૃદ્ધને 35 વર્ષ જૂના કેસમાં સંભળાવી એવી સજા કે તમે જાણીને….

આ પણ વાંચો:લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત

આ પણ વાંચો:સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ, ખાનગી શાળાઓએ નવા વર્ષની ફીમાં કર્યો તોતિંગ વધારો

આ પણ વાંચો:એક, બે નહીં, 800 કોંગ્રેસના કાર્યકરોએ પક્ષ બદલ્યો, આ રાજ્યમાં થયું સૌથી મોટું રાજકીય પરિવર્તન