અમદાવાદ/ લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત

દેશભરમાં BIS નું લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે ભારતીય માનક બ્યુરો (BIS)ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે,

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 04 01T195144.930 લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત

Ahmedabad News: દેશભરમાં BIS નું લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે ભારતીય માનક બ્યુરો (BIS)ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા કાપડ-પોલિએસ્ટર સ્ટેપલ્સ ફાઈબરના આયાતની માહિતીના આધારે  જીઆઈડીસી, ધોળકામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરોડાની કાર્યવાહી દરમિયાન મેસર્સ જીઓ સોર્સને ત્યાંથી આઈએસઆઈ માર્ક વગરની પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબરની કુલ 197 ગાસડીઓ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રોડક્ટ ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન માટે આઈએસઆઈ લાયસન્સ મેળવ્યા વિના આવા કોઈપણ સામાન, લેખ, પ્રક્રિયા, સિસ્ટમ અથવા સેવાનું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, સ્ટોર અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં.

આ ઉપરાંત ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામા આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાંઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે, જેથી કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે ભારતીય માનક બ્યુરોમાં ફરિયાદ કરી છે, જેનો મુખ્ય હેતુ પર બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે જે કિમિયા અપનાવે છે, તેનાથી દૂર રાખવાનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા