Not Set/ ઉદ્યોગનગરી સુરતમાં રક્ષાબંધનનાં આ શોખ જોઈને રહી જશો દંગ

સુરત. રક્ષાબંધનને માત્ર એક દિવસની જ વાર છે એવામાં ઉદ્યોગીક નગરી સુરતનાં એક જ્વેલરી શોપમાં સોનાની રાખી વહેંચવામાં આવી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ રાખડીમાં નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તસ્વીરની કોતરણી કરવામાં આવી છે. આ વર્ષે ઝવેરીઓએ આ પ્રકારની લગભગ 50 રાખડીઓ બનાવી છે, […]

Gujarat Surat Navratri 2022
Gold rachis25 ઉદ્યોગનગરી સુરતમાં રક્ષાબંધનનાં આ શોખ જોઈને રહી જશો દંગ

સુરત.

રક્ષાબંધનને માત્ર એક દિવસની જ વાર છે એવામાં ઉદ્યોગીક નગરી સુરતનાં એક જ્વેલરી શોપમાં સોનાની રાખી વહેંચવામાં આવી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ રાખડીમાં નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તસ્વીરની કોતરણી કરવામાં આવી છે.

આ વર્ષે ઝવેરીઓએ આ પ્રકારની લગભગ 50 રાખડીઓ બનાવી છે, જયારે આ રાખડીઓની કિંમતની વાત કરવામાં આવે તો રૂપિયા 50,000 થી લઈને 70,000 જેટલી છે, અને આપણે જાણીને નવાઈ લાગશે કે આ બધી રાખડીઓ વહેંચાઈ પણ ગઈ છે.

જવેલરી શોપના માલિક મિલાને એએનઆઈ ને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે,

આપણા લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આપણા દેશનાં ઉથ્થાન માટે ખુબ કાર્ય કરી રહ્યા છે. જે કાર્યો વિશ્વનાં કરોડો લોકો માટે પ્રેરણા સમાન છે.”

76g39ur8 modi yogi ઉદ્યોગનગરી સુરતમાં રક્ષાબંધનનાં આ શોખ જોઈને રહી જશો દંગસોનાની પ્લેટ પર લેઝર મશીનની મદદ દ્વારા આ નેતાઓના ચહેરાઓની કોતરણી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,

સુરતની મહિલાઓ આ રાખડીઓને ખરીદવા માટે અથવા જોવા માટે સ્ટોરમાં આવે છે ત્યારે તેમને આ નેતાઓને જોઈને ઘણી પ્રેરણા મળે છે. તેઓ માને છે કે તેમના ભાઈઓ પણ આ લોકોની જેમ પોતાની કારકિર્દીમાં નામ અને કીર્તિ મેળવે.”

જ્વેલરી દુકાનના માલિકે જણાવ્યું હતું કે 50 માંથી 47 રાખડીઓ વહેંચાઈ ગઈ છે અને હજુ પણ આ પ્રકારની રાખડીઓનાં ઓર્ડર આવી રહયા છે.

જયારે આ મુદ્દે સોનાની કોતરણીવાળી રાખડી ખરીદનાર ગ્રાહકે જણાવ્યું હતું કે,

આ પ્રકારની નરેન્દ્ર મોદી રાખડીથી, હું મારા ભાઈ પ્રત્યેથી આશા રાખું છું કે તે પણ નરેન્દ્ર મોદીની જેમ દેશ માટે કંઇક કરી બતાવવાની ભાવના રાખે.”ઉદ્યોગનગરી સુરતમાં રક્ષાબંધનનાં આ શોખ જોઈને રહી જશો દંગ