Not Set/ કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની કેદ 

મંતવ્ય ન્યૂઝ, શહેરના સરદારનગર વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને સ્પે. પોસ્કો કોર્ટે દસ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર કેસ છે, આવા ગુના વધી રહ્યાં છે, ઘટના સમયે ભોગ બનનાર સગીર હતી, પ્રસ્તુત કેસ નિશકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીનો કોઇ જ બચાવ ટકવાપાત્ર […]

Ahmedabad Gujarat
AHD Session Court કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની કેદ 

મંતવ્ય ન્યૂઝ,

શહેરના સરદારનગર વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને સ્પે. પોસ્કો કોર્ટે દસ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર કેસ છે, આવા ગુના વધી રહ્યાં છે, ઘટના સમયે ભોગ બનનાર સગીર હતી, પ્રસ્તુત કેસ નિશકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીનો કોઇ જ બચાવ ટકવાપાત્ર રહેતો નથી.

શહેરના મેઘાણીનગર ખાતે રહેતો મુકેશ ઉર્ફે રાકેશ અમરતભાઇ દંતાણી સરદારનગરમાં રહેતી કિશોરીનું 15 જુલાઇ 2014ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તેને મહેસાણા દેદીયાસણ જીઆઇડીસીમાં આવેલ વિકાસ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે તપાસ કરી મુકેશને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે ચાર્જશીટ કરવામાં આવી હતી.

આ કેસમાં સરકારી વકીલ નિલેષ લોધાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આખો કેસ પુરવાર થાય છે, આરોપીને ભોગ બનનારે ઓળખી બતાવ્યો છે, દસ્તાવેજી પુરાવા જોતા પણ કેસને સમર્થન મળે છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે, ત્યારે સમાજમાં કાયદાનો ભય રહે અને આવા ગુના પર લગામ લગાવી શકાય તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ. ત્યારબાદ કોર્ટે મુકેશને દસ વર્ષની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.