Not Set/ પેટ્રોલ અને ડીઝલના ભાવના આસમાને, મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ.87ને પાર

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને અમેરિકી ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો યથાવત જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાથી પ્રજા ત્રસ્ત બની ચુકી છે. આમ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે . દેશભરમાં  મોટા  ભાગના રાજ્યોમાં ૭૦-૮૦ રૂપિયા લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. પ્રજાનો […]

Ahmedabad Top Stories Videos
mantavya 72 પેટ્રોલ અને ડીઝલના ભાવના આસમાને, મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ.87ને પાર

અમદાવાદ,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને અમેરિકી ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો યથાવત જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાથી પ્રજા ત્રસ્ત બની ચુકી છે. આમ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે . દેશભરમાં  મોટા  ભાગના રાજ્યોમાં ૭૦-૮૦ રૂપિયા લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. પ્રજાનો રોષ સરકાર સામે વધતો જાય છે. આમ પ્રજા  સરકાર તરફથી રાહતના સામાચારની રાહ જોઈ રહી છે .

દિલ્હી અને મુંબઇમાં ભાવ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 80.38 પ્રતિ લિટર જ્યારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ 87.77 પ્રતિ લિટર છે. બીજી તરફ જોઇએ તો ડીઝલનાં ભાવમાં 44 પૈસાનો વધારો થતાં દિલ્હીમાં લિટરનાં 80.38 પ્રતિ લિટર અને મુંબઇમાં 47 પૈસાના વધારા સાથે 76.51 પ્રતિ લિટર થઇ ગયા છે.

આંતરરાષ્ટ્રીય   સ્તરે તો ક્રૂડ ઓઇલના  ભાવ વધ્યા  છે , પરંતુ સરકાર  દ્વારા લેવામાં આવતા ૨૫ ટકા જેટલા ટેક્ષને કારણે પણ ગુજરાત રાજ્યની પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ ભરકી રહયા છે. આમ જનતાનો રોષ  વ્યાજબી છે, જો વાત કરવામાં આવે આજના પેટ્રોલના ભાવની તો ૭૯.૨૧ જ્યારે ડીઝલ ૭૭.૪૨ની સપાટીએ પહોચ્યું છે, જો આમ જ કિંમતોમાં વાધારો  થતો રહેશે તો પેટ્રોલની કિંમત ૧૦૦ની સપાટીએ પણ પહોંચી શકે છે, આમ પ્રજા હવે રાહત ના સમાચારની રાહ જોઈ રહી છે

રાજ્યમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ.

ભાવનગરમાં પ્રતિ લિટર રૂ.80.63, ડીઝલ રૂ.78.91 પ્રતિ લિટર છે.

અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.79.58, ડીઝલ રૂ.77.87 છે.

સુરતમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા અને ડીઝલના ભાવમાં 47 પૈસાનો વધારો થયો છે.

સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂ.79.52, ડીઝલ રૂ.77.83 છે.

બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 79.67, ડિઝલનો 77.98 રૂ. ભાવ છે.

પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.78.96 છે જ્યારે ડીઝલનો ભાવ રૂ.76.73 છે.

રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.40, ડિઝલનો ભાવ રૂ. 77.69 રૂપિયા છે.

પેટ્રોલ  અને  ડીઝલની કિંમત વધવાના કારણો ભલે  જે  હોય, પરંતુ હાલ હકીકત એ  છે  કે આમ પ્રજા, સામાન્ય વર્ગ હવે આવા મોંઘવારીના માર  થી તોબા કરી રહી છે, પ્રજાલક્ષી  નિર્ણય  કરીને નીતિમાં ફેરફાર કરાય તેની રાહ જોવાઈ રહી છે.