Not Set/ ધાબળાં વહેંચવાને બહાને ઘરફોડી કરતી ગેંગનો ભેદ ઉકેલાયો

શામળાજી, શામળાજી પોલીસ અને અરવલ્લી પોલીસ આમ તો શામળાજી પોલીસ સ્ટેશનના મુદ્દામાલના દારુની ચોરીની તપાસમાં લાગી હતી અને તેમને આરોપીઓ સુધી પહોંચવાના સગડ પણ મળી જતા પોલીસે તેમને ઝડપી લઇને તપાસ હાથ ધરતા પોલીસને 47 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ મળી આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરવા દરમ્યાન કાંબળા જોગી ગેંગ દારુની ચોરીમાં સંડોવાયેલ હોવાના સુરાગ […]

Top Stories Gujarat Others
ddgflhsdfkjhkjghlsfd ધાબળાં વહેંચવાને બહાને ઘરફોડી કરતી ગેંગનો ભેદ ઉકેલાયો

શામળાજી,

શામળાજી પોલીસ અને અરવલ્લી પોલીસ આમ તો શામળાજી પોલીસ સ્ટેશનના મુદ્દામાલના દારુની ચોરીની તપાસમાં લાગી હતી અને તેમને આરોપીઓ સુધી પહોંચવાના સગડ પણ મળી જતા પોલીસે તેમને ઝડપી લઇને તપાસ હાથ ધરતા પોલીસને 47 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ મળી આવ્યો છે.

પોલીસે તપાસ હાથ ધરવા દરમ્યાન કાંબળા જોગી ગેંગ દારુની ચોરીમાં સંડોવાયેલ હોવાના સુરાગ હાથ લાગ્યા હતા અને જેને લઇને ચાર જેટલા શખ્શોને ઝડપી લેવાયા હતા. જેમની પાસેથી ઘરફોડ ચોરીનો સામાન પણ મળી આવતા પોલીસને ચોરીઓનો પણ ભેદ ઉકેલાયો હતો. પોલીસને મળેલી બાતમીના મુજબ એક કાર અને પીકઅપ ડાલામાં જ ચોરીનો સામાન લઇને શંકા મુજબના શખ્શો જઇ રહ્યા છે અને જેને લઇને તેમને શામળાજી આશ્રમ નજીકથી તેમને રોકીને ઝડપી લેવામા આવ્યા હતા અને ચોરીનો સામાન પણ તેમની પાસેથી મળી આવ્યો હતો.

અરાવલ્લીનાં એસપી મયુર પાટીલે આ બાબતે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે,

 

Shamdaji SP Mayur Patil ધાબળાં વહેંચવાને બહાને ઘરફોડી કરતી ગેંગનો ભેદ ઉકેલાયો

Shamdaji SP Mayur Patil

એલસીબીની ટીમ તપાસમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે આ ઘણા મામલાઓમાં ગેંગ સંદિગ્ધ છે, જેથી આશ્રમ ચોકડી પર તેમને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 50 ગ્રામ સોનું, 4 કિલો ચાંદી અને પિત્તળની વસ્તુઓ મળી આવ્યા હતા. સાથોસાથ મારુતિ આલ્ટો અને એક છોટા હાથી પણ જપ્ત કરવામાં આવી હતી. જે કુલ મળીને 7 લાખ 34 હજાર આજુબાજુનો મુદ્દામાલ છે. આ આરપીઓએ અરવલ્લીમાં 34 ઘરફોડી સાબરકાંઠામાં 13 ઘરફોડી અને રાજસ્થાનમાં પણ ગુણ નોંધાયેલ છે.”

આ અંગે બાતમી મળી હતી કે ચોરીનો સામાન લઇને આરોપીઓ મોડાસા તરફ આવી રહ્યા છે જેને લઇને તેઓને શામળાજી આશ્રમ નજીક થી ઝડપી પાડતા તેમની પાસે થી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેઓ ધાબલા વેચવાને બહાને ફરીને રેકી કરીને ચોરી કરતા હતા અને તેમણે સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનમાં ચોરી કરી હતી, આ ઉપરાંત હજુ પણ તેમાં વધુ આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે, આરોપીઓએ શામળાજી પોલીસ સ્ટેશનના શરાબની પણ ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ.

આરોપીઓ ચોરી કરવા માટે ધાબળા વેચવાના બહાને ફરતા અને તેમાં જે મકાનો આગળ દૈનીક પેપર પડી રહ્યા હોય એને ઘર બંધ હોવાનુ માનીને તેની આસપાસની રેકી કરી લેતા હતા અને બાદમાં તે મકાનમાં રાત્રી દરમ્યાન ત્રાટકીને ચોરી કરતા હતા. પોલીસે છ જેટલા આરોપીઓને ઝડપી લીધા છે અને હજુ પણ ચોરીની ગેંગમાં ઝડપાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આરોપી શખ્શો પાસે થી સોનાની ત્રણ લગડીઓ મળી આવી હતી તેમજ ચાંદીની ચાર પાટો પણ મળી આવી હતી તેમજ ચાંદીના છડ઼ાં પણ આવતા ત્રણ લાખ બાર હજારનો મુદ્દામાલ સાથે આરોપી શખ્શોને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત પીત્તળની ભગવાનની મુર્તીઓ પણ ચોરી ની મળી આવી હતી.કાંબળા અને જોગી ગેંગ થી ઓળખાતી આ ગેંગે અરવલ્લી ૩૪ અને સાબરકાંઠા જીલ્લામાં ૧૩ જેટલી ઘરફોડ ચોરીઓ કરી હોવાનુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ. જોકે અરવલ્લી પોલીસને શામળાજી પોલીસ મથકમાંથી મુદ્દામાલના શરાબના ઝથ્થાની ચોરીના કાળા દાગને ધોવામાં રસ હોવાની તપાસ દરમ્યાન શરાબ ચોરી ઉકેલવા સાથે ઘરફોડ઼ ચોરીઓ પણ ઉકેલાતા રાહત સર્જાઇ હત

જોકે આરોપોની વાત કરવામાં આવે તો આરોપીઓનાં નામ નિમ્ન પ્રમાણે છે……….

 

1. મદદનાથ ઉર્ફે ગદેડી સોવનનાથ કાલબેડીયા જોગી, રહે ગોરધન વિલાસ, કચ્ચી બસ્તી, ઇન્દીરાનગર, ઉદયપુર, રાજસ્થાન

2. જગદીશનાથ નાનાનાથ જોગી, જોતરી ઘાંટા, ખેરવાડા, જી ઉદયપુર, રાજસ્થાન
3.કાલુનાથ ભેરુનાખ જોગી, રહે માલા તલાઇ, ઉદયપુર, રાજસ્થાન
4. ભેરુનાથ અમરનાથ જોગી, બડલા, તા. ખેરવાડા જી. ઉદયપુર, રાજસ્થાન