સુરત/ રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું

સંજય મહંત- મંતવ્ય ન્યુઝ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેને લઇને સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ 18 વર્ષથી વધુ વયના લોકો પણ રજીસ્ટેશન કરાવીને વેક્સિન લઈ રહ્યા છે.જો કે રસીકરણ કરાયાના 28 દિવસ બાદ બ્લડ ડોનેટ ન કરી […]

Gujarat Surat
Untitled 52 રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું

સંજય મહંત- મંતવ્ય ન્યુઝ

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેને લઇને સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ 18 વર્ષથી વધુ વયના લોકો પણ રજીસ્ટેશન કરાવીને વેક્સિન લઈ રહ્યા છે.જો કે રસીકરણ કરાયાના 28 દિવસ બાદ બ્લડ ડોનેટ ન કરી શકાતુ હોવાને કારણે યુવાઓ વેક્સિન મુકાવ્યા પહેલા જ બ્લડ ડોનેટ કરી રહ્યા છે. અનેક સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહી છે. શહેરના રાંદેર વિસ્તારની સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં રક્તની સાથે સાથે પ્લાઝમાનું પણ દાન યુવાઓ કરી રહ્યા છે. શહેરમાં રક્તની અછત ન સર્જાય અને
એવા રોગના દર્દીઓ કે જેમને દરરોજ રક્તની જરૂરિયાત ઉભી થાય છે તેમને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે જાગૃત યુવાઓ રક્તદાન કરી રહ્યા છે અને સાથે અન્ય યુવાઓને પણ બ્લડ ડોનેશન કરવા અપીલ પણ કરી રહ્યા છે.

આયોજક કનૈયાલાલ નંદવાણીએ કહ્યું કે, અમારી સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ કેમ્પ,પ્લાઝ્મા કેમ્પનું આયોજન કરાયું હતું. સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને આ યુવા વર્ગ બ્લડ ડોનેશનનો મુખ્ય સ્ત્રોત છે અને બધા જ એકસાથે વેક્સિન લગાવશે તો બ્લડ બેંકમાં અછત ઉભી થશે એ ન થાય એ માટે આયોજન કર્યું છે. જેથી દૈનિક જરૂરિયાતી થેલેસેમિયા, કિડની ડાયાલિસીસના લોકોને બ્લડ મળી રહે. મારી દરેક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી ગ્રુપને અપીલ છે કે આવા કેમ્પ કરી રક્ત એકત્ર કરે.

રક્તદાન કરનાર વિશાલ ગુપચંદાનીએ કહ્યું કે,  ચાર દિવસ બાદ મારુ વેકેશનનું રજીસ્ટ્રેશન થયું છે. વેક્સિનેશનના 28 દિવસ બાદ બ્લડ ડોનેશન કરી શકીશ જેથી પહેલા જ બ્લડ ડોનેટ કરવા માટે હું અહીં આવ્યો છું. બ્લડ આપ્યાના 3 દિવસ બાદ વેક્સિન લઈ શકાય છે જેથી એક સાથે બે સારા કાર્ય થશે. હું વધુમાં વધુ યુવાઓ બ્લડ ડોનેશન કરે એવી અપીલ કરું છું.