Not Set/ મિશન પાલીતાણા: વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ, અહિંસાના માર્ગે લડત લડશે જૈન સમાજ

અમદાવાદ, જૈનોના પવિત્ર તીર્થ એવા પાલીતાણાની રક્ષા માટે જૈન સમાજ એક થયો છે. ત્યારે હવે કોઈ પણ સંજોગોમાં પાલીતાણા પર વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ પર અહિંસાના માર્ગે લડત લડશે. મિશન પાલીતાણા. આ મિશન છેલ્લા 20 દિવસથી દેશ અને વિદેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. પાલીતાણા બચાવવા જૈન સમાજની સાથે જૈન સાધુ સંતો પણ ઉતર્યા છે. […]

Top Stories Gujarat Others
mantavya 73 મિશન પાલીતાણા: વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ, અહિંસાના માર્ગે લડત લડશે જૈન સમાજ

અમદાવાદ,

જૈનોના પવિત્ર તીર્થ એવા પાલીતાણાની રક્ષા માટે જૈન સમાજ એક થયો છે. ત્યારે હવે કોઈ પણ સંજોગોમાં પાલીતાણા પર વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ પર અહિંસાના માર્ગે લડત લડશે. મિશન પાલીતાણા.

આ મિશન છેલ્લા 20 દિવસથી દેશ અને વિદેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. પાલીતાણા બચાવવા જૈન સમાજની સાથે જૈન સાધુ સંતો પણ ઉતર્યા છે. જે 11 જાન્યુઆરીના રોજ ગિરિરાજ પર બની હતી. જે રીતે ગિરિરાજ શેત્રુંજય અસામાજિક તત્વોનો અડ્ડો બનાઈ ગયું છે, ત્યારે આ ઘટનાએ 11 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાએ દેશ વિદેશમાં રહેતા જૈન સમાજને એકત્ર કર્યો છે.

જૈન સમુદાયએ એકત્ર થઈને નિર્ણય કર્યો છે કે, પાલીતાણામાં કોઈ પણ દર્શનાર્થીઓએ જરૂરી રૂપિયા જ ખર્ચ કરવા. પાલીતાણાથી કોઈ વસ્તુની ખરીદી કરવી નથી. તેમાં જ કોઈ એ ડોલીનો ઉપયોગ કરીને જાત્રા કરવી નહિ તેવો નિર્ણય સમગ્ર સમુદાયએ લીધો છે. સાથે જ ફાગણ સુદ તેરસના રોજ જે  ૬ ગાવની યાત્રા થાય છે.  તે માટે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે જેથી ગિરિરાજની રક્ષા કરી શકાય.

11 જાનયુઆરીની ઘટના બાદ જૈન સમાજ એકત્ર થયો છે .તેમની માંગ છે પાલીતાણાની પવિત્રતા જળવાય તે માટે સરકાર યોગ્ય નિર્ણય લે ..ત્યારે જો સરકાર જોવટહુકમ ભાર નહિ પાડે તો જૈન સમાજ અહિંસાનાએ માર્ગે તેમનું પાલીતાણા બચાવો અભિયાન ચાલુ રાખશે..