Not Set/ હેમા માલિનીનો સંસદ પરિસરમાં સફાઈ કરતો વીડિયો વાયરલ, વીડિયો જોઇ તમે પણ કહેશો સફાઈની આ તે કેવી રીત

કેંન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિની સહિત ભાજપનાં ઘણા નેતાઓએ શનિવારે સ્વચ્છ ભારતનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો. ભાજપનાં નેતાઓ પોતે સંસદ પરિસરમાં ઝાંડુ લગાવતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગાંધી જયંતી પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. […]

Top Stories India
hema malini dust clener હેમા માલિનીનો સંસદ પરિસરમાં સફાઈ કરતો વીડિયો વાયરલ, વીડિયો જોઇ તમે પણ કહેશો સફાઈની આ તે કેવી રીત

કેંન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિની સહિત ભાજપનાં ઘણા નેતાઓએ શનિવારે સ્વચ્છ ભારતનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો. ભાજપનાં નેતાઓ પોતે સંસદ પરિસરમાં ઝાંડુ લગાવતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગાંધી જયંતી પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જે પછી ખુદ વડાપ્રધાન પણ ઝાંડુ લઇને સફાઈ કરતા જોવા મળ્યા હતા.

ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સમય સમય પર ઘણા ભાજપનાં નેતા અને મંત્રી સફાઈ કરતા નજરે આવી ચુક્યા છે. PM મોદીને સ્વચ્છતા અભિયાનમાં જનતા સિવાય ઘણી બધી હસ્તિઓનો પણ સાથ મળ્યો હતો. PM મોદીને ખુદ સફાઈ કરતા જોઇ ઘણા ફિલ્મ સેલેબ્રિટિઝ સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ કડીમાં ભાજપનાં નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં હેમા માલિનીને જોઇ ઘણા લોકોને એવો ભ્રમ થઇ રહ્યો છે કે તે ઝાંડુ લગાવી રહ્યા છે કે ઝાંડુ લગાવતા નજર આવવા માંગે છે. વીડિયોમાં દેખી શકાય છે કે હેમા માલિનીનાં હાથમાં રહેલો ઝાંડુ ઠીકથી જમીન પર પડેલા કચરા સુધી પહોચી રહ્યો નથી. એક યૂઝર્સનું આ વિશે કહેવુ છે કે, ‘આ જોઇને એક વાત સ્પષ્ટ છે કે ડ્રીમ ગર્લએ જીવનમાં ક્યારે પણ ઝાંડુ લગાવ્યુ નથી. પ્રણામ માતે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન