Loksabha Election 2024/ અભિનેતા ગોવિંદા શિવસેનામાંથી ચૂંટણી લડશે? 2004માં વાજપેઈના મંત્રીને હરાવ્યા હતા

ગજાનન કીર્તિકારને તક ન મળે તેવું ભાજપ ઈચ્છતી હતી. ભાજપને આ સીટ જોઈતી હતી. જોકે, શિવસેના ફરીથી આ બેઠક માટે દાવેદારી કરી રહી છે. ગોવિંદાએ…….

India
Beginners guide to 17 3 અભિનેતા ગોવિંદા શિવસેનામાંથી ચૂંટણી લડશે? 2004માં વાજપેઈના મંત્રીને હરાવ્યા હતા

Election News: બોલિવૂડ અભિનેતા ગોવિંદા અભિનય બાદ રાજકારણમાં ફરીથી ઝંપલાવવા માંગે છે.  થોડા દિવસો અગાઉ ગોવિંદાએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. અત્યારે શિંદે જૂથના ગજાનન કીર્તિકાર સાંસદ છે. પણ શિવસેના તેમણે બીજો ચાન્સ આપવા માંગતી નથી.

ગજાનન કીર્તિકારને તક ન મળે તેવું ભાજપ ઈચ્છતી હતી. ભાજપને આ સીટ જોઈતી હતી. જોકે, શિવસેના ફરીથી આ બેઠક માટે દાવેદારી કરી રહી છે. ગોવિંદાએ 2004માં કોંગ્રેસમાંથી મેદાનમાં ઊતર્યા હતા. મંત્રી રામનાઈકને માત આપી હતી.  રામ નાઈક 5 વખત સાંસદ રહી ચુક્યા છે. અંદાજે 50 હજાર વોટથી ગોવિંદાએ વિવજય મેળવ્યો હતો.

ગોવિંદાએ રાજકારણમાં ખાસ ઉકાળ્યું નથી. પોતાના મતવિસ્તારમાં લાંબો સમય રહેતા નહોતા, લોકોએ આરોપો મૂક્યા હતા કે તેઓ સંસદીય ક્ષેત્રમાં આવતા જ નહોતા. જેના કારણે ગોવિંદાની ફિલ્મી કારકિર્દી પર અવળી અસર પડી હતી.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની રિમાન્ડ પરનો ચુકાદો રખાયો સુરક્ષિત

આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું