Not Set/ કોરોનાથી ખરડાયેલી ઈમેજને સુધારવા ભાજપ સંઘના માર્ગ પર, કાર્યકર્તાઓને આપ્યા આવા આદેશ … 

ભાજપ દ્વારા સેવા જ સંગઠન નામનો કાર્યક્રમ શરૂ કરાયો છે. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કાર્યકરોને આ અભિયાનના બીજા તબક્કામાં રસીકરણ અભિયાનમાં ભાગ લેવા જણાવ્યું છે.

Top Stories India
biden 3 કોરોનાથી ખરડાયેલી ઈમેજને સુધારવા ભાજપ સંઘના માર્ગ પર, કાર્યકર્તાઓને આપ્યા આવા આદેશ ... 

કોરોનાના વાઈરસની બીજી લહેરમાં કેન્દ્ર સરકાર સહિત ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. આનાથી નુકસાન થયેલી મોદી સરકારની છબી સુધારવા માટે ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો માર્ગ અપનાવ્યો છે. આ અંતર્ગત ભાજપ દ્વારા સેવા જ સંગઠન નામનો કાર્યક્રમ શરૂ કરાયો છે. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કાર્યકરોને આ અભિયાનના બીજા તબક્કામાં રસીકરણ અભિયાનમાં ભાગ લેવા જણાવ્યું છે.

સેવા જ સંગઠન પ્રોગ્રામ ફેઝ -2

નડ્ડાએ કામદારોને રસીકરણ અભિયાન ઉપરાંત ગામડાઓમાં સ્વયંસેવક આરોગ્ય કાર્યકરોની રાહત કામગીરી અને તાલીમમાં ભાગ લેવા જણાવ્યું છે.
કાર્યકર્તાએ ખાતરી કરવી જોઈએ કે 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને રસીના બંને ડોઝ  લાગ્યા છે કે નહી.
18 થી 44 વર્ષની વય જૂથના વિશિષ્ટ જૂથો માટે રસી લેવા ફોકસ કરવા જણાવ્યું છે.  જે ચેપનું જોખમ ઘટાડે છે.
રસીકરણ માટે માલની ડિલિવરી કરવા વાળા, ઓટો રિક્ષાચાલકો, ઘરમાં કામ કરતા સર્વન્ટ,  ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુટર, ગેસ સિલિન્ડર ડિલિવરી વિગેરે રસી લેવા માટે પ્રોત્સાહન આપો.
રક્તદાન શિબિરનું આયોજન. હોસ્પિટલોમાં અને અન્ય જગ્યાએ જરૂરીયાતમંદોને ભોજન મળે તે માટે રાશન અને ખાદ્યપદાર્થોની વ્યવસ્થા કરો.
વૃદ્ધ લોકોની મદદ માટે કાર્યકરતા ને મોકલો,  જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરો.
કોવિડ પછી સલાહ માટે ટેલિમેડિસિન કન્સલ્ટેન્સી અને તબીબી સહાય કેન્દ્રો સ્થાપવા જોઈએ.
કાર્યકર્તા એ ત્રીજી તરંગને ધ્યાનમાં રાખીને પણ ગ્રાઉન્ડ વર્ક કરવું જોઈએ
નડ્ડાએ કાર્યકરોને સૂચના આપી છે કે એવા માતાપિતા કે જેમના ઘરે 12 વર્ષથી ઓછી વયના બાળકોછે તેમને રસી લેવા માટે ખાસ આગ્રહ કરે.

છબી સુધારવા માટે 3 પગલાંઓ

પ્રથમ: બીજી તરંગમાં, જ્યારે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પર ગેરવહીવટનો આરોપ મૂકાયો, ત્યારે ભાજપે કાર્યકર્તાને કોરોના  અભિયાનમાં સક્રિય રહેવા નિર્દેશ આપ્યા. વડા પ્રધાન તરીકે મોદીના ૭ વર્ષ ની ઉજવણી કેન્સલ કરવામાં આવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે કાર્યકર્તા એ સમાજસેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

દ્વિતીય :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જૂને રાષ્ટ્રને સંદેશ આપ્યો. 18 + રસીકરણ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.
ત્રીજું: ભાજપે સેવા જ સંગઠન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરી. કાર્યકર્તાને કોરોના સામે લડવાની વિગતવાર સૂચનાઓ આપી હતી.