Loksabha Elections 2024/ ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી. અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા અને 60 બેઠકો વિધાનસભાની છે. રાજ્યની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે આ બંને રાજ્યોની……..

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 17T170153.734 ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

New Delhi News: ભારતીય ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને જાહેર કરશે. આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે. આ પરિસ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે. ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે.

ચૂંટણી પંચ મુજબ 20 માર્ચે વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામુ બહાર પાડી દેવામાં આવશે. ત્યારબાદ નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે.

લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી. અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા અને 60 બેઠકો વિધાનસભાની છે. રાજ્યની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે આ બંને રાજ્યોની લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. વિધાનસભામાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે જનતા દળએ સાત, એનપીપીને પાંચ અને કોંગ્રેસને ચાર બેઠકો મળી હતી, જ્યારે પીપીએ એક બેઠક જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા.

સિક્કિમમાં 19 એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. રાજ્યમાં માત્ર એક લોકસભા બેઠક અને 32 વિધાનસભા બેઠકો છે. ચૂંટણીમાં સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)નો સામનો સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સાથે થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક

આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે