Not Set/ વેક્સિનેશનને વેગ આપવા આ રાજ્યએ કરી અનોખી પહેલ કરી

સમગ્ર વિશ્વમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી.  જેમાં લાખો  લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.  ત્યારે સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ આપવા માટે  સમગ્ર દેશ માં  વેક્સીન અભિયાન શરુ કરવામાં આવ્યું છે .

India
Untitled 333 વેક્સિનેશનને વેગ આપવા આ રાજ્યએ કરી અનોખી પહેલ કરી

સમગ્ર વિશ્વમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી.  જેમાં લાખો  લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.  ત્યારે સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ આપવા માટે  સમગ્ર દેશ માં  વેક્સીન અભિયાન શરુ કરવામાં આવ્યું છે . જે અંતર્ગત કોરોના વેક્સિન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે હાલમાં મણિપુરમાં પણ વેક્સિનેશનને  વેગ આપવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વેક્સિન લેનારને ઈનામ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં મેગા રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરમાં, જે લોકો કોવિડ -19 રસી મેળવે છે તેમને ટેલિવિઝન,મોબાઇલ ફોન જીતવાની તક મળશે.

ઇમ્ફાલ  પશ્ચિમ જિલ્લા વહીવટીતંત્ર રસીકરણનો વ્યાપ વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે ‘શોટ લો, ઇનામ જીતો’ ના સૂત્ર સાથે મેગા રસીકરણ કમ બમ્પર ડ્રો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. 24 ઓક્ટોબર, 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરના રોજ જિલ્લાના ત્રણ કેન્દ્રો પર આ વેક્સિનેશન શિબિર યોજાશે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ટી.એચ.કિરણકુમા દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ કેન્દ્રો પર રસી લેનારને બમ્પર ડ્રોમાં ભાગ લેવાની અને ઇનામો જીતવાની તક મળશે.

આ કાર્યક્રમ અંતર્ગત ઇનામમાં સ્ક્રીન ટેલિવિઝન સેટ, મોબાઇલ ફોન અને ધાબળા ઉપરાંત અન્ય 10 આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે.જાહેરનામા મુજબ,18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ કોવિડ -19 રસીકરણનો પ્રથમ અથવા બીજો ડોઝ લે છે,તો એ આ સ્કીમનો લાભ લઈ શકશે.ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં જીએમ હોલ, પોલો ગ્રાઉન્ડ અને ધર્મશાળા સ્થિત ત્રણ કેન્દ્રો પર લકી ડ્રોના વિજેતાઓ નક્કી કરવામાં આવશે. રાજ્યના તમામ 16 જિલ્લાઓમાં સૌથી વધુ વસ્તી ઈમ્ફાલ જિલ્લાની છે. જેને કારણે આ પહેલથી વેક્સિનેશનને વેગ મળશે.