Ayushman Bhava/ 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ

આ અભિયાનનો ઉદ્દેશ્ય દરેક લાભાર્થીને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.

Top Stories Health & Fitness Lifestyle
Mantavyanews 2023 10 04T120417.674 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું કે, આયુષ્માન ભવ અભિયાન હેઠળ 70,000થી વધુ લોકોએ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય દરેક લાભાર્થીને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ છે. તે અંગે આરોગ્ય મંત્રીએ સંકલ્પ પણ કર્યો છે. ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ મળી હતી, ત્યારબાદ તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગરથી અભિયાનની શરૂઆત કરી હતી

આયુષ્માન ભાવ અભિયાન 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સેવા પખવાડા’ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું. માંડવિયાએ કહ્યું કે 63.8 લાખથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે, જ્યારે 1,13,41,303 આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યા છે.

‘સેવા પખવાડા’ દરમિયાન, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર 2,69,422 આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 161 લાખ લોકોએ મફત તપાસ સેવાઓ અને દવાઓનો લાભ લીધો હતો. વધુમાં, સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં 9,970 આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 22.9 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા.

5,506 મોટી શસ્ત્રક્રિયાઓ અને 25,716 નાની શસ્ત્રક્રિયાઓ સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં કરવામાં આવી હતી, જ્યારે 52,370 મોટી અને 32,805 નાની સર્જરીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત 14,157 રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અને 2,27,974 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સિવાય 1,08,802 આયુષ્માન સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ


આ પણ વાંચો: આસ્થા સાથે રમત/ ભેળસેળવાળો મહાપ્રસાદ બનાવનારને જિલ્લા કલેક્ટરે આપી ‘મહાપ્રસાદી’, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ

આ પણ વાંચો: Flood In Sikkim/ સિક્કિમમાં અચાનક પૂરના કારણે સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો: ODI World Cup 2023/ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો