ODI World Cup 2023/ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat Sports
Good news for cricket fans, metro train timings have been extended on match days

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે તારીખે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. જયારે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાનાર દિવસો દરમ્તાયાન એટલે કે તા. 05/10/23, તા. 14/10/23, તા. 04/11/23, તા. 10/11/23, તા. 19/11/23 ના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.

રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹ 50 નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે, તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો:World Cup 2023/ક્રિકેટ રસિકો ધ્યાન રાખજો..! અમદાવાદ CPનું જાહેરનામું વાંચ્યું તો છે ને?

આ પણ વાંચો: ODI World Cup 2023/આવતીકાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત, ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નહિ યોજાય, મેટ્રોના સમયમાં ફેરફાર

આ પણ વાંચો:Asian Games 2023/એશિયન ગેમ્સ 2023માં પારુલ ચૌધરીનો ડબલ ધમાકો, સિલ્વર બાદ હવે જીત્યો ગોલ્ડ મેડલ