Surendranagar News/ અંધશ્રદ્ધાનો ખૌફનાક ચહેરો! ધ્રાંગધ્રામાં તાંત્રિક મહિલાએ 4 વર્ષના બાળકનો જીવ લીધો

સુરેન્દ્રનગરના Dhrangadhraમાં તાંત્રિક મહિલાએ 4 વર્ષના બાળકની હત્યા કરી હોવાની આશંકા. 12 દિવસ બાદ મૃતદેહને કબરમાંથી કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલાયો. જાણો સમગ્ર ઘટના.

Top Stories Gujarat Others
Dhrangadhra Child Murder Case

Dhrangadhra Child Murder Case: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક નિર્દોષ ફૂલ જેવી જિંદગીને રુંધી નાખવામાં આવી છે. પુત્ર પ્રાપ્તિ માટે બાધા આપનાર પાડોશમાં રહેતી તાંત્રિક મહિલાએ જ 4 વર્ષના કાર્તિકની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. પોલીસે 12 દિવસ બાદ બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.

પુત્ર પ્રાપ્તિની લાલચમાં પરિવારે ગુમાવ્યો એકનો એક લાલ

મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈને પહેલાથી ચાર દીકરીઓ હતી. પુત્રની ઘેલછામાં પરિવારે પડોશમાં રહેતા અને પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવતા રેહાનાબેન પર ભરોસો મૂક્યો હતો. રેહાનાએ વિધિ કરી પુત્ર પ્રાપ્તિનો દાવો કર્યો અને સંજોગોવશાત્ 1 ફેબ્રુઆરી 2022ના રોજ કાર્તિકનો જન્મ થયો. જોકે, બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની જીદ કરી હતી, જેને બાળકની માતાએ નકારી કાઢતા વિવાદ સર્જાયો હતો.

ટાંકામાંથી મળી આવ્યો મૃતદેહ

ગયા 4 એપ્રિલના રોજ 4 વર્ષનો કાર્તિક ઘર પાસે રમતા-રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. શોધખોળ બાદ શંકાસ્પદ સંજોગોમાં તે જ તાંત્રિક મહિલાના ઘરના પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં ડર કે અન્ય કારણોસર પરિવારે કોઈ કાર્યવાહી વગર દફનવિધિ કરી દીધી હતી. પરંતુ, હત્યાની શંકા પ્રબળ બનતા 12 દિવસ પછી પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી.

Dhrangadhra Child Murder Case

Dhrangadhra પોલીસે આરોપીની કરી ધરપકડ 

ધ્રાંગધ્રા પોલીસે આ મામલે ત્વરિત એક્શન લીધા હતા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા પોલીસે આરોપી તાંત્રિક મહિલા રેહાના સામે હત્યા અને કાળા જાદુ પ્રતિબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા કેટલી હદે સમાજને ખોખલો કરી રહી છે. હાલ સમગ્ર ધ્રાંગધ્રામાં આ તાંત્રિક મહિલા સામે કડક સજાની માંગ ઉઠી છે.


આ પણ વાંચો:જુનાગઢ : ખરાબ ભોજનથી કંટાળી કન્યા છાત્રાલયની દિકરીઓએ મેસમાં ચાલતી પોલ ખોલી

આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી બે યુવકે શરીરસંબંધ બાંધ્યા, એકની ધરપકડ

આ પણ વાંચો:જુનાગઢમાં નાયબ મામલતદાર પર હુમલો, અરજદાર રવિન્દ્ર ચંદ્રેની હિંસક હરકત