Junagadh News/ જુનાગઢમાં નાયબ મામલતદાર પર હુમલો, અરજદાર રવિન્દ્ર ચંદ્રેની હિંસક હરકત

નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર અરજદાર દ્વારા ઓફિસમાં જ ખુરશીનો ઘા કરવામાં આવ્યો. શું આ ઘટના તંત્રની લાંબા સમયની કામગીરી પર ધ્યાન આપશે?

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જુનાગઢના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર અરજદાર દ્વારા ઓફિસમાં જ ખુરશીનો ઘા કરવામાં આવ્યો. આ ઘટના તાલુકા સેવા સદન ખાતે બની હતી. નાયબ મામલતદારને ખુરશીનો છુટ્ટો ઘા માર્યા બાદ રવિન્દ્ર ચંદ્રે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, રવિન્દ્ર ચંદ્રે નામના અરજદાર કોઈ દસ્તાવેજી અરજી માટે મામલતદાર ઓફિસમાં આવ્યો હતો. નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચાએ તેને એફિડેવિટ દસ્તાવેજ રજૂ કરવા માટે કહ્યું, અરજદાર ત્યારેજ ગુસ્સે ભરાયો અને તેને કેબિનમાં રહેલી ખુરશી ઉઠાવી નાયબ મામલતદાર પર ફેંકી, જેથી નાયબ મામલતદારને ઇજા પહોંચી હતી.

દ્રશ્યો CCTVમાં કેદ થયા

આરાજદાર દ્વારા કરવામાં આવેલ હુમલો ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો છે. વીડિયો ફૂટેજમાં આરોપી રવિન્દ્ર ચંદ્રે મામલતદાર સાથે ઝપાઝપી કરતા અને ખુરશી ફેંકતા દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આરોપીને પકડવા કાર્યવકહી હાથ ધરી છે.

[fvplayer id=”181″]

પોલીસ તપાસ મુજબ,
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રવિન્દ્ર ચંદ્રે ઓફિસમાં લાંબા સમયથી અરજીની પ્રક્રિયામાં વધુ સમય લાગવાના કારણે નારાજ હતો. ઘણા સમયથી ઓફિસની મુલાકાત લેવી પડતી હતી અનેક કારણોસર અરજી સ્થગિત થઈ જતી હતી, તેથી રોષે ભરાયેલ અરજદારે બધો ગુસ્સો નાયબ મામલતદાર પર ઉતાર્યોની શંકા થઈ રહી છે.

સૂત્રો અનુસાર, આરાજદારનું નામ રવિન્દ્ર ચંદ્રેએ નાયબ મામલતદાર પર ખુરશી વડે જાનલેવા હુમલો કર્યો હોવાનો મામલો બહાર આવ્યો છે, આ ઉપરાંત, અજરદાર દ્વારા જયાંથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ, હુમલાની જાણ થતાં તાત્કાલિક પણે પોલીસને જાણ કરવામાં આવી હતી. હુમલા બાદ નાયબ મામલતદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક અધિકારીઓએ આ ઘટના અંગે કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે. સરકારી કર્મચારીઓ પર હુમલાને ગંભીર ગુનો ગણાવી પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી બે યુવકે શરીરસંબંધ બાંધ્યા, એકની ધરપકડ

આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:જુનાગઢ ભવનાથમાં ગેરકાયદેસર રાઇડ્સ મામલે તંત્રનો મોટો નિર્ણય લેવાયો