Not Set/ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, આજી-1 ડેમનાં જળસ્તરમાં નોંધાયો વધારો

  રાજ્યમાં જ્યા કોરોનાનાં કેસમાં એક તરફ વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદ પણ મન મુકીને વરસી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો અહી પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ […]

Gujarat Rajkot
 

રાજ્યમાં જ્યા કોરોનાનાં કેસમાં એક તરફ વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદ પણ મન મુકીને વરસી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો રાજકોટની વાત કરવામાં આવે તો અહી પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ છે. જો કે રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ગઢાળા, ખાખીજાળીયા, મોજીરા, કેરાળા ગામમાં વરસાદમાં પણ વરસાદે તેનુ જોર બતાવ્યુ છે. ભારે વરસાદથી મોજ નદી ગાંડીતુર બની છે.

રાજકોટ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. ગોંડલ પંથકની વાત કરીએ તો અહી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદનાં કારણે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મોડીરાતે 2 વાગ્યાથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રનાં રાજકોટ, જસદણ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, જામનગર, આટકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે શહેરોનાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં વરસાદનાં કારણે આજી-1 ડેમનાં જળ સ્તરમાં વધારો થયો છે. આજી-1 ડેમની સપાટી 26 ફૂટ પર પહોંચી ગઈ છે. આજી-1 ડેમ ઓવરફ્લો થવામાં હવે 3 ફૂટ બાકી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટનાં આજી-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. આપને જણાવીએ કે, આજી-1 ડેમ રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરું પાડે છે. જો કે આ રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. આગામી વર્ષમાં પીવાનાં પાણીની તંગી નહી સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.