- જૂનાગઢમાં દારૂબંધીની કરાઈ જાહેરાત
- સરપંચે ઢોલ વગાડી કરી જાહેરાત
- ભેસાણના પસવાળા ગામનો વિડીયો વાયરલ
- ગામમાં કોઈએ દારૂ પીવો નહિની જાહેરાત
- લોકોએ સરપંચની કામગીરીને બીરદાવી
રોજે રોજ અનેક એવા અહેવાલો મળે છે કે જેમાં કાં તો દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય છે અને યા તો કોઈ બુટલેગર ખુલ્લેઆમ દાદાગીરીથી દારૂ વેચતો હોય ત્યારે આવામાં જૂનાગઢમાં દારૂબંધી માટે ઢોલ વગાડી જાહેરાત કરવામાં આવી છે. ભેસાણના પસવાળા ગામનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સરપંચ દ્વારા દારૂ બંધીનું એલાન કરાયુ છે.ગામમાં કોઈએ દારૂ પીવો નહિની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે દારૂ ઉતારવો નહિ તેવું પણ એલાન કરાયુ છે. લોકોએ સરપંચની કામગીરીને બીરદાવી છે. આ વીડિયો સમગ્ર પંથકમાં વાયરલ થયો છે. દારૂબંધીનો કડક અમલ કરવાના સરપંચના આ નવતર પ્રયોગનાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
https://twitter.com/mantavyanews/status/1537674855445053440
આ પણ વાંચો: આરોપી ગુરમીત રામ રહીમને એક મહિનાની મળી છે પેરોલ
આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો, નવા 12847 કેસ નોંધાયા
આ પણ વાંચો:BJP મહિલા મોરચાના અધ્યક્ષે કેમ પ્રદેશ નેતાઓને લીધા આડેહાથ?
