Gujarat Local Body Election 2026/ જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપોઃ અમિત ઠાકર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરખેજ વોર્ડમાં પ્રચાર કરતી વખતે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના જુહાપુરાને જોધપુર બનાવવાના નિવેદને વિવાદ જગાવી દીધો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને 26મી એપ્રિલના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે રાજકીય પક્ષોના પ્રચારમાં પણ ગરમાવો આવવા લાગ્યો છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો વધતો વિરોધ જોઈ અને તેમણે જે રીતે મેદાન છોડીને જવું પડી રહ્યુ છે તે જોઈ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોએ પણ કમર કસવા માંડી છે.

ભાજપે ફરી પાછું નવા સ્વરૂપમાં હિંદુત્વનું કાર્ડ પરોક્ષ રીતે રમવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદના સરખેજ વોર્ડમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભાજપને મત આપો. અમે વેજલપુરના તળાવને ચંડોળા તળાવ જેવું નહીં બનવા દઈએ, જ્યાં ગેરકાયદેસર રીતે આવીને બાંગ્લાદેશીઓ અને ઘૂસણખોરો વસે છે. તેથી જો વેજલપુરે વેજલપુર રહેવું હોય અને ગાર્ડન સહિતની સગવડો જોઈતી હોય તો તે ભાજપને મત આપે.

અમિત ઠાકરના આ નિવેદનના કારણે સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election 2026)ની ચૂંટણી સમયે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે જણાવ્યું હતુ કે ઓવૈસીની એઆઇએમઆઇએમ અહીંથી ઉમેદવાર જીતાડવા માંગે છે, હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે તેમણે ઘૂસણખોરોને સમર્થન આપનારાઓને મત આપવા છે કે ઘૂસણખોરોને હાંકી કાઢનારાઓને મત આપવા છે.

સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે સરકારી જમીન પરના અતિક્રમણો દૂર કરવા માટે રાજ્ય સ્તરે વ્યાપક કાર્યવાહી કરી છે. લોકો તેના સાક્ષી છે. તેની સાથે-સાથે ઘૂસણખોરોને ખદેડી નાખવા માટે પણ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અવિરત જારી જ છે. અમે હજી પણ રાજ્યમાં જ્યાં-જયાં જેટલા ઘૂસણખોરો હશે તેને શોધી-શોધીને ખદેડી દઈશું. વેજલપુરે વેજલપુર રહેવું હોય અને ચંડોળા તળાવ ન બનવું હોય તો ભાજપને મત આપવો જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે અશાંતધારાના નિયમોને ચાતરીને વેજલપુરમાં કઈ રીતે કામ કરવામાં આવ્યું છે તે તમે નથી જાણતા. આજે પાલડીમાં કેટલાય વિસ્તારોમાં લઘુમતીની વસ્તુ બહુમતીમાં પરિવર્તીત થઈ રહી છે. હિંદુઓ મકાન છોડીને ઉચાળા ભરી રહ્યા છે. આ સંજોગોમાં તેમણે અસ્તિત્વ બચાવવું હોય તો ભાજપને મત આપવો જોઈએ

ભાજપના ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી સમયે હિંદુમુસ્લિમ લાગણી ઉશ્કેરી રહ્યા છે. તેઓ કોઈને કોઈ રીતે ચૂંટણીમાં તેમનું હિંદુત્વ કાર્ડે ચૂંટણીમાં ઉતરી રહ્યા ચે અને આ રીતે લોકોની લાગણીઓ સાથે રમત રમી ચૂંટણી જીતવા માંગે છે. તેમને પ્રજાકીય કામગીરી કોઈ કરવી નથી. વિકાસના બધા દાવાની હવા ઉડી ગઈ છે, લોકોને જવાબ આપી શકાતો નથી એટલે છેવટે હિંદુત્વ કાર્ડ ઉતરી રહ્યા છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ