Surat News/ સુરત PSI પરીક્ષામાં હાઈટેક ચોરી! મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો

Suratના અમરોલીમાં PSI પરીક્ષામાં ગેરરીતિનો કિસ્સો. મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ દ્વારા ગૂગલ પરથી જવાબ શોધતા ઝડપાયો. સાયબર ક્રાઈમ પોલીસે નોંધી FIR.

Gujarat Top Stories Surat
Surat PSI Exam Cheating:

Surat PSI Exam Cheating: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે યોજાયેલી PSI કેડરની પરીક્ષામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં કડક સુરક્ષા અને સીસીટીવીની દેખરેખ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન ચોરી છુપે અંદર લઈ જવામાં સફળ રહ્યો હતો. જોકે, ગૂગલ પરથી જવાબ શોધવાની લાલચમાં આ ઉમેદવાર રંગેહાથ ઝડપાઈ ગયો છે.

પરીક્ષાખંડમાં મોબાઈલ અને ગૂગલનો ઉપયોગ

ઘટનાની વિગત એવી છે કે, અમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિવમ રામકુમાર યાદવ નામનો ઉમેદવાર પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા શરૂ થયા બાદ જ્યારે અન્ય ઉમેદવારો પેપર લખવામાં વ્યસ્ત હતા, ત્યારે શિવમ પોતાની બેઠક પાસે છુપાવેલા મોબાઈલ ફોન દ્વારા ગૂગલ સર્ચ કરી પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. સુપરવાઈઝરની નજર પડતા જ શિવમની કરતૂત પકડાઈ ગઈ હતી.

સુરક્ષાના દાવાઓની ખુલી પોલ

આ ઘટનાએ પરીક્ષા કેન્દ્ર પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં આ ઉમેદવાર મોબાઈલ ફોન જેવું ઉપકરણ વર્ગખંડ સુધી કેવી રીતે પહોંચાડી શક્યો? શું ચેકિંગ કરનાર સ્ટાફની કોઈ બેદરકારી હતી કે પછી આમાં કોઈ મોટી સંડોવણી છે, તે દિશામાં હવે તપાસ તેજ થઈ છે.

Surat સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો

પરીક્ષા સંચાલકોએ તુરંત પોલીસને જાણ કરતા સુરત સાયબર ક્રાઈમ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે


આ પણ વાંચો:ગુજરાત PSI ભરતીનું અંતિમ પરિણામ જાહેર, 472 ઉમેદવારો પસંદ

આ પણ વાંચો: આવતીકાલે PSI કેડરની લેખિત પરીક્ષા, 1.10 લાખ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

આ પણ વાંચો:લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી…