Gandhinagar News/ ગુજરાત PSI ભરતીનું અંતિમ પરિણામ જાહેર, 472 ઉમેદવારો પસંદ

ગુજરાત PSI ભરતી (PSI Recruitment) 2025નું ફાઇનલ પરિણામ જાહેર, 95 ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં.

Top Stories Gandhinagar Gujarat Breaking News
PSI Recruitmentમાં 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર

Gandhinagar News: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી (PSI Recruitment) પ્રક્રિયાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લાંબી અને અનેક તબક્કાની પ્રક્રિયા બાદ હવે અંતિમ પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે.

લાખો ઉમેદવારો જોડાયા ભરતી (PSI Recruitment) પ્રક્રિયામાં

આ ભરતી (PSI Recruitment) પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જાન્યુઆરી–ફેબ્રુઆરી 2025 દરમિયાન શારીરિક કસોટી યોજાઈ હતી, જેમાંથી અંદાજે 1 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા.

300 ગુણની લેખિત પરીક્ષા લેવાઈ

ત્યારબાદ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા કુલ 300 ગુણની હતી, જેમાં MCQ આધારિત 200 ગુણ અને સબજેક્ટિવ 100 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ

PSI કેડરના પરીક્ષા નિયમો મુજબ કુલ 1025 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રોવિઝનલ પરિણામ જાહેર કરીને ઉમેદવારો પાસેથી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા હતા.

472 ઉમેદવારોની અંતિમ પસંદગી

વાંધા–સૂચનોની સમીક્ષા બાદ હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ટૂંક સમયમાં મળશે નિમણૂક

પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક આપવા અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા શરૂ થશે.


આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં વાયરલેસ PSI, ટેકનિકલ ઓપરેટરની 870 જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો:ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યું

આ પણ વાંચો:ગુજરાતમાં PSI ભરતીનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર, રાજયને મળશે નવા આટલા પીએસઆઇ