Gandhinagar News:ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ટેકનિકલ કેટેગરીમાં મોટી ભરતી (Recruitment)ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 870 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં વાયરલેસ કમ્યુનિકેશન અને ટેકનિકલ ક્ષેત્રે કુશળ ઉમેદવારો માટે મોટી તક છે.આ ભરતી પોલીસ વિભાગની ટેકનિકલ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં આધુનિક વાયરલેસ સિસ્ટમ અને વાહનોના જાળવણીનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસ ભરતી (Recruitment)માં વિવિધ પદો પરની જગ્યાઓનું વિભાજન
વિવિધ પદો |
જગ્યાઓ |
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 172 જગ્યાઓ |
| ટેકનિકલ ઓપરેટર | 698 જગ્યાઓ |
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) | 35 જગ્યાઓ |
| હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને મિકેનિક | 45 જગ્યાઓ (સંયુક્ત) |
આ ભરતી (Recruitment) પ્રક્રિયા ઓનલાઈન મોડમાં ચાલશે અને ઉમેદવારો 9 જાન્યુઆરી 2026થી 29 જાન્યુઆરી 2026 સુધી અધિકૃત વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે.અરજી પ્રક્રિયા પૂર્ણપણે ઓનલાઈન છે,તેથી ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કન્ફર્મ કરાવવી જરૂરી છે.
આ પણ વાંચો:પોલીસ ભરતી :આગામી 1 વર્ષમાં 14 હજાર પોલીસ કર્મીઓની થશે ભરતી
