Gujarat Weather/ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી, રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં થયો ઘટાડો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ છે. 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવન (Cold wave)ના કારણે શહેરી વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ વધ્યો.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold wave) હવે પોતાનો પ્રભાવ દેખાડવા લાગી છે. કચ્છના નલિયામાં સૌથી નીચું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. અન્ય શહેરોમાં વડોદરા 13.6 ડિગ્રી, ભુજ 11.4 ડિગ્રી, કંડલા 10.7 ડિગ્રી, પોરબંદર 14.5 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી, કેશોદ 12.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.4 ડિગ્રી, મહુવા 14.7 ડિગ્રી, દિવ 16 ડિગ્રી અને ભાવનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારતથી આવતા સૂકા અને ઠંડા પવનો (Cold wave) ગુજરાતમાં કાતિલ ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ન સર્જાવાને કારણે ભારે હિમવર્ષા (Snowfall) ન થઈ, જેના પરિણામે ઠંડા પવનો (Cold wave) મેદાની વિસ્તારો સુધી ન પહોંચ્યા. વધુમાં, પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસરથી વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે.

Cold wave

આગામી દિવસોમાં વધુ ઠંડી (Cold wave)ની આગાહી

અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો અટક્યો હતો.છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ડિસેમ્બરમાં સામાન્ય રીતે કાતિલ ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ગત વર્ષ (2024)ની તુલનાએ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે નલિયામાં ડિસેમ્બરના 31 દિવસમાંથી 22 વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ આવું થયું.

Cold wave

ગત વર્ષે 28 ડિસેમ્બરે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન (Temperature) નોંધાયું હતું, જ્યારે આ વખતે સૌથી નીચું 8.8 ડિગ્રી રહ્યું. મહત્વનું છે કે, આ વખતે નલિયા સિવાય ગુજરાતના કોઈ વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ન ગયું. અમદાવાદમાં પણ ગત વર્ષે 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત.હવે જાન્યુઆરીમાં ઠંડી વધવાના સંકેત મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઉત્તર ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેની અસર ગુજરાત સુધી પહોંચશે.

Cold wave

પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે ઠંડા પવનો (Cold wave) ફૂંકાશે, જેનાથી રાત્રે અને સવારે શીતલહેર (Cold wave)નો પ્રભાવ વધશે. તાજેતરના અહેવાલો મુજબ, નલિયામાં 7.5 ડિગ્રી જેવું નીચું તાપમાન નોંધાયું છે, અને આગામી દિવસોમાં કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે.IMDએ પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જારી કરી છે. આ વિસ્તારોમાં ‘કોલ્ડ ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘન ધુમ્મસની આગાહી છે.હવામાન નિષ્ણાતો કહે છે કે, આ વર્ષે લા નીનાની અસરથી જાન્યુઆરીમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે. રાજ્યના નાગરિકોને સલાહ છે કે રાત્રે અને સવારે ગરમ કપડાં પહેરીને બહાર નીકળવું અને આરોગ્યનું ધ્યાન રાખવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન