Gujarat Weather/ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આગામી 24 કલાક રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે.48 કલાક બાદ રાત્રીનું તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, પરંતુ એ પછી ફરી ઝડપી ઘટાડો થશે.

Top Stories Gujarat Breaking News
તાપમાન

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીએ હવે પૂરજોશમાં પ્રવેશ કર્યો છે. કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના (Gujarat) મોટાભાગના વિસ્તારોમાં રાત્રીનું Temperature 15 ડિગ્રીની આસપાસ કે તેનાથી પણ નીચે પહોંચી ગયું છે.હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર “આજથી 7 ડિસેમ્બર સુધી સામાન્ય Cold નો ચમકારો રહેશે, પરંતુ 7મી ડિસેમ્બર પછી ઉત્તરીય પવનોના પ્રવાહથી રાજ્યમાં Cold ની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે.”

આજે સવારે નલિયા (કચ્છ)માં 11.0 અમરેલીમાં 13.8,રાજકોટમાં 14.3,ભુજમાં 14.8,કંડલા પોર્ટમાં 14.9,કેશોદમાં 15.1,ડીસા 15.2,મહુવામાં 15.6,ગાંધીનગરમાં 15.8,વડોદરામાં 15.8,અમદાવાદમાં 16.8,વલ્લભ વિદ્યાનગરમાં 16.8,પોરબંદર-દીવમાં 16.8,સુરેન્દ્રનગરમાં 17.4,નગરમાં 18.0 ન્યૂનતમ Temperature નોંધાયું હતું.

તાપમાન મા થયો વધારો 

આગામી 24 કલાક રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે.48 કલાક બાદ રાત્રીનું Temperature 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, પરંતુ એ પછી ફરી ઝડપી ઘટાડો થશે.વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ફરી ઠંડીનું જોરૂરી પ્રમાણ વધશે.ઉત્તર ભારતમાં (India) Cold એ ભયંકર રૂપ લીધું છે.રાજસ્થાનના સીકરમાં 7 ડિગ્રી, 12 જિલ્લાઓમાં 10 ડિગ્રીથી નીચે Temperature નોંધાયું છે. આ સિવાયમધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી,છત્તીસગઢના પેંડરામાં 9 ડિગ્રી Temperature નોંધાયું છે. જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ વોર્નિંગ જારી કરી છે.

Temperature માં ઝડપી ઉતાર-ચઢાવને કારણે રાજ્યમાં શરદી, ખાંસી, તાવ તેમજ શ્વસન સંબંધિત બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોની સલાહ છે કે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે અને મોડી રાત્રે બહાર નીકળતી વખતે ગરમ કપડાં પહેરવા અને હાઇડ્રેશનનું ધ્યાન રાખવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી