Valsad News: વલસાડ અને ડાંગ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ સાંસદ ધવલ પટેલ (Dhaval Patel)ના સતત પ્રયાસોને મોટી સફળતા મળી છે. દક્ષિણ ગુજરાતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવતા નેશનલ હાઈવે-56 (NH-56) ના ખાનપુરથી કરવડ સેક્શનના અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹647.20 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ પ્રોજેક્ટ માત્ર રસ્તો જ નહીં, પણ દક્ષિણ ગુજરાતની આર્થિક ભાગ્યરેખા સાબિત થશે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
કુલ લંબાઈ: આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 45 કિમી લાંબા પટ્ટાનું નવીનીકરણ થશે.
વસ્તી ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 21.25 કિમીના ભાગને કોન્ક્રીટ નો કરાશે.
રિજિડ પેવમેન્ટ (કોંક્રિટ રોડ): વલસાડ જિલ્લામાં પડતા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, રસ્તાની ટકાઉપણું જાળવવા માટે આખો રોડ કોંક્રિટ (Rigid Pavement) થી બનાવવામાં આવશે.
નવા બ્રિજ: જુના જર્જરિત બ્રિજો ને તોડી કનેક્ટિવિટી સુધારવા માટે નવા પ્રોજેક્ટમાં 5 મોટા પુલ (Major Bridges) ના નિર્માણનો સમાવેશ થાય છે.

સાંસદ Dhaval Patelની સક્રિયતા
આ મંજૂરી પાછળ સાંસદ ધવલ પટેલ (Dhaval Patel)ની દીર્ઘદ્રષ્ટિ અને મહેનત રહેલી છે. તેમણે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સાથે અનેકવાર રૂબરૂ મુલાકાતો કરી અને લેખિત રજૂઆતો કરી હતી. એટલું જ નહીં, તેમણે મંત્રીને આ સ્થળનું નિરીક્ષણ કરાવીને સ્થાનિકોની હાલાકી અને પ્રોજેક્ટની જરૂરિયાત સમજાવી હતી, જેના ફળસ્વરૂપે આજે આ કરોડોના ખર્ચે બનનારા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે.
વિકાસના નવા દ્વાર ખુલશે
રોડ સેફ્ટી: આધુનિક ઈન્ટરસેક્શન અને સુરક્ષા સુવિધાઓને કારણે અકસ્માતોના પ્રમાણમાં મોટો ઘટાડો થશે.
આર્થિક વેગ: ઝડપી વાહનવ્યવહારથી સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને રોજગારીની નવી તકો ઉભી થશે.
સમયની બચત: દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરી સુખદ બનશે.
વલસાડ-ડાંગની જનતાની સુખાકારી અને આધુનિક કનેક્ટિવિટી એ મારી પ્રાથમિકતા છે. NH-56 ના આ પ્રોજેક્ટથી વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
આ પણ વાંચો:ડાભેલ મજૂર મોત પ્રકરણમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા
આ પણ વાંચો:વલસાડના સાંસદ Dhaval Patelએ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
