Not Set/ વડોદરા : ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનોને ઝડપી પાડવા પોલીસે શરુ કર્યો આ ખાસ પ્રોજેક્ટ

વડોદરા, દેશભરમાં ડ્રગ્સનું સેવન કરનારા યુવાનોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સૌ પ્રથમ વખત વડોદરા પોલીસ વિભાગ ધ્વારા ડ્રગ્સ એડિકટ નામનો અનોખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં એક આધુનિક કીટ ધ્વારા નશાખોર યુવાનોએ કયા પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે, તે ૫ મિનીટમાં જાણી શકાશે અને તેમના થકી ડ્રગ્સ સપ્લાયર ને ઝડપી પાડવામાં […]

Gujarat Vadodara Trending

વડોદરા,

દેશભરમાં ડ્રગ્સનું સેવન કરનારા યુવાનોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સૌ પ્રથમ વખત વડોદરા પોલીસ વિભાગ ધ્વારા ડ્રગ્સ એડિકટ નામનો અનોખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટમાં એક આધુનિક કીટ ધ્વારા નશાખોર યુવાનોએ કયા પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે, તે ૫ મિનીટમાં જાણી શકાશે અને તેમના થકી ડ્રગ્સ સપ્લાયર ને ઝડપી પાડવામાં મદદ મળશે.
નશાખોરીના કુવામાં ધકેલાયેલા યુવાનોને બચાવવા શરુ કરાયો ખાસ પ્રોજેક્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોત ધ્વારા વડોદરામાં આવ્યા બાદ વિવિધ નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે.જેમાં નશાખોરીના કુવામાં ધકેલાયેલા યુવાનોને બચાવી ડ્રગ્સ સપ્લાયરને પકડવાનો નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
યુવાનોના વાલીઓ દ્વારા મળતી હતી ફરિયાદ
gujarat-Vadodara-special project started police to speed up drug addicts
આ ખાસ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને ડ્રગ્સના રવાડે ચઢેલા શાળા અને કોલેજોના યુવાનોના વાલીઓ ફરિયાદ કરતા હતા કે તેમના સંતાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે, તો તેમને ડ્રગ્સ વેચતા લોકોને પકડી પાડવામાં આવે.
આ પ્રકરની ફરિયાદોને ધ્યાનમાં લઈને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે વડોદરાના ડો યોગેશ પટેલ કે જેઓ ડી એડીકશન સેન્ટર ચલાવે છે તેમનો સંપર્ક કર્યો હતો.
મોટે ભાગે દારૂના કેસોમાં વાસ થી ખબર પડી જાય છે કે કોઈએ નશો કર્યો છે કે કેમ અથવા બ્લડ ટેસ્ટથી ખબર પડતી હોય છે જયારે ડ્રગ્સ જેવા નશામાં ખબર પડતી નથી અથવા નશો કર્યો છે કે, કેમ તે માટેના ટેસ્ટ પણ વડોદરામાં થતા નથી અને ખુબ જ લાંબો પ્રોસેસ હોવાથી નશાખોર બચી જતા હોય છે.
યુરોપની કંપનીમાંથી મંગાવવામાં આવી ખાસ કીટ
જો કે હવે વડોદરા પોલીસે નશેબાજ યુવકો પર કેસ કરવા નહિ, પરંતુ યુવાનોને નશાખોરીની ગર્તામાંથી બહાર કાઢી તેમને બચાવવા અને ડ્રગ્સ સપ્લાયર્સને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરી છે. જેને લઈને યુરોપમાં બનતી એબોન નામની કંપનીની ખાસ કીટ મંગાવવામાં આવી છે જે ૬૦૦ રૂપિયાની એક કીટ આવે છે અને એક જ વાર ઉપયોગ કરી શકાય છે.
ચાર ટેસ્ટ દ્વારા જાણી શકાશે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહિ
gujarat-Vadodara-special project started police to speed up drug addicts
જેમાં ટેસ્ટ માટેના ૪ થી પાચ પ્રકારના સાધન છે જેને મલ્ટી ડ્રગ્સ સ્ક્રીન ટેસ્ટ ડિવાઈસ ધ્વારા યુરીન ટેસ્ટ,લાડ ધ્વારા સેમ્પલ લઇ ૫ મિનીટમાં જ નાશાખોર ધ્વારા કયા ડ્રગ્સનું સેવન કર્યું છે તે જાણી શકાશે.
ત્યાર બાદ નશાખોરનું કાઉન્સિલિંગ કરી તેમના વાલીઓને જણાવી નશાખોરને ડી એડીક્શ્ન સેન્ટરમાં મોકલી તેને બચાવવાના પ્રયાસ હાથ ધરાશે અને કયાંથી ડ્રગ્સ ખરીદ્યું તે જાણી ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવામાં આવશે.
પોલીસ વિભાગે હાલ તો ૧૦૦ કીટનો ઓર્ડર એબોન કંપનીને આપ્યો છે અને આ પ્રયોગ સફળ થશે તો વધુ ઓર્ડર આપવામાં આવશે.
આ તમામ ખર્ચ માટે પોલીસ વેલ્ફેરમાંથી ૧૨ લાખ હાલ ફાળવવામાં આવ્યા છે.અને એસ ઓ જી ટી ની આગેવાનીમાં શહેરોના ખાસ પોઈન્ટ પર આ ડિવાઈસ સાથે ખાસ ટીમ સેમ્પલ લેશે.
આ પ્રયોગ સમગ્ર દેશમાં પહેલી વાર વડોદરા પોલીસ કરી રહી છે અને પ્રયોગની સફળતા બાદ રાજ્ય સરકાર આનો અન્ય શહેરોમાં અમલ કરે તે અંગે રજૂઆત કરશે.