- સાબરકાંઠાઃ ઇકો ગાડી ઘુસી નાસ્તાની દુકાનમાં
- ગાડીમાં ખામી સર્જાતા સર્જાયો અકસ્માત
- સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ
- મોતીપુરા સર્કલ પાસેની ઘટના
- અકસ્માતમાં કોઈ જાન હાનિ નહીં
ગુજરાતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. સાથે સાથે અકસ્માતના ચોકાવનારા વીડિયો પણ સામે આવતા રહે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેને જોઇને તમે પણ દંગ રહી જશો. હિંમતનગર શહેરના સ્ટેટ હાઇવે નંબર 9 અને 8ની બાજુમાં આવેલા મોતીપુરા વિસ્તારમાં રોડની સાઇડે હોટલમાં અચાનક ઇકો કાર યાંત્રિક ખામીના કારણે ઘૂસી ગઈ હતી. જેને લઈને ઇકોમાં સવાર મુસાફરોએ મોતને સામે દેખ્યું હતું અને નાશ ભાગ મચી ગઈ હતી.
આપને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે 1.38 વાગ્યા આસપાસ હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી પસાર થતી ઈકો કારના અચાનક કોઈ ખામી સર્જાઈ હતી. જે બાદ પુરપાટ ઝડપે જઈ રહેલી કાર રોડના કોર્નર પર આવેલી ચાની હોટલ અને નાસ્તાની દુકાનમાં ઘુસી ગઈ હતી. અચાનક ગાડી ચા સ્ટોલમાં ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ કારમાં સવાર દંપતી અને નાના બાળક પર ગરમ તેલ પડ્યું હતું, જેથી તેઓ પણ શરીરના ભાગે દાજી ગયા હતા.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે હોટલ બહાર નાસ્તાની દુકાનમાં કડાઈમાં ભરેલું તેલ ઉડ્યું હતું. જે ઇકો કારમાં બેસેલા મુસાફર મહિલા પર પડ્યું હતું. જે માહિલાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખાનગી રિક્ષામાં લઈ ગયા હતા.
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
